દ્વારકાની પાવન ધરતી પર ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાયો
શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાયો છે. દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા પણ ચડાવી હતી. 500 એકર જગ્યામાં મહારાસનું આયોજન કરાયું હતું. જ્યા 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસની રમઝટ બોલાવી હતી.
બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ACC ગ્રાઉન્ડમાં 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સંભળાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો દ્વારા પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓએ મહારાસમાં રમઝટ બોલવી હતી. માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓ મહારસમાં રમઝટ બોલાવી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો. જ્યાં 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતા.
ઈતિહાસ રચાયો
આ 37000 આહિરાણીઓનો મહારાસનું ખાસ આયોજન સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી હતી. જે એક મહત્વનો રેકોર્ડ પણ સર્જાયો છે
રાજયના જુદા જુદા 24 જિલ્લાના લોકો સહભાગી થયા
આ મહારાસમાં હાલાર ઉપરાંત જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્યરાસ રમવા આવી પહોંચી હતી.