રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં ખરીદીની ધૂમ : મોદી અને શાહ જોડીની જમાવટ:’પુષ્પા’ઝુકેગા નહિ ઉડેગા….
- રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં ખરીદીની ધૂમ: 25% થી વધુ વેચાણ, બાળકો માટે સ્પાઇડરમેન,ટાઈગરની પતંગો આવી:નડિયાદ,બરેલી,ખંભાતી, જયપુરી પતંગોનું વેચા
તું જાણે પતંગને હું છું તારી દોર…….રાજકોટમાં પતંગોત્સવ પૂર્વે પતંગ અને દોરાની માર્કેટમાં આવી ઘુમ મચી છે. આ વર્ષે શહેરમાં ટાઢોડાનાં માહોલમાં પતંગ બજારમાં 25% થી વધુ વેચાણમાં ગરમાવો આવ્યો છે. દર વર્ષની જેમ ખંભાતી, બરેલી થી પતંગો ની સાથે જયપુરી અને નડિયાદના પતંગો રાજકોટની બજારમાં વેચાઈ રહ્યા છે જ્યારે ખાસ પતંગરસિકોમાં આ વખતે “સૂટકેસ પતંગ”નું આકર્ષણ છે.
ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે પખવાડિયું બાકી છે તે પૂર્વે જ પતંગ પ્રેમીઓ પતંગના પેચ લડાવવા માટે અત્યારથી દોરની સાથે બાવળાને મજબૂત બનાવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી અને અમિત શાહની જુગલબંધી તો મોદી,શાહ અને યોગીની ત્રિપુટીની પતંગોની ડિમાન્ડ ખૂબ છે,બાળકો માટે સ્પાઇડરમેન અને ટાઈગર વાળી પતંગો તો દેશભરમાં ધૂમ મચાવનાર પુષ્પા 2 ઝુકેગા નહિ પણ ઉડેગા….નો ટ્રેન્ડ છવાયો છે. પતંગનું વેચાણ કરતા નૈમિશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે પતંગનું માર્કેટ સારું છે,25% થી વધુ વેચાણ થઈ રહ્યું છે. પતંગ પ્રેમીઓનો પ્રેમ જોઈને આ વર્ષે પવન પણ સાથ આપે તેવા મળી રહ્યા છે.

રાજકોટની મકરસંક્રાંતિને લઈને વેપારીઓ ત્રણ મહિના પહેલા જ પતંગોનો સ્ટોક કરી દેતા હોય છે. ઉતરાયણની છેલ્લી ઘડી સુધી પતંગોનું વેચાણ થાય છે, પ્લાસ્ટિક અને કાગળની પતંગો માર્કેટમાં આવી છે આ વખતે પતંગ અને ડોરમાં 15% જેટલો ભાવ વધારો થયો છે. બજારમાં ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ હોવાના લીધે પાકા રંગના કલર પીવરાવાય છે.
આ વખતે “પતંગોથી ભરેલી સૂટકેસ” વેચાય છે…!!
પતંગનું પર્વ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ પ્રેમીઓનો પ્રેમ પતંગોની જેમ હિલાળા મારી રહ્યો છે. આ વખતે પતંગ ટુર્નામેન્ટમાં જે રીતે પતંગો આવે છે તેવી જ પતંગો રાજકોટની માર્કેટમાં આવે છે જેનું નામ સુટકેશ પતંગ તરીકે ઓળખાઈ રહ્યું છે.આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે, એક સુટકેસમાં 25 પતંગનો સેટ આવે છે. જેની કિંમત આશરે 4000 જેવી થાય છે આ પતંગો જયપુર, બરેલીમાં પતંગ ટુર્નામેન્ટ યોજાય છે તેમાં વપરાતી હોય છે. આ વર્ષે રાજકોટમાં પણ આ પતંગનો ટ્રેન્ડ લોકોને ગમ્યો છે અને હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.

આ વર્ષે 8 કરોડનું રાજકોટનું પતંગ-દોરાનું માર્કેટ
દર વર્ષ કરતાં આ વખતે પતંગ અને દોરાની ખરીદી સારી નિકળી છે. 25% થી વધારે વેચાણ બજારમાં જોવા મળતા વેપારીઓને ઉતરાયણની સિઝન ફળશે અને આ તહેવારમાં આશરે 8 કરોડની કમાણી રાજકોટની બજારમાં થાય તેવી વેપારીઓની વકી છે. આ વર્ષે પતંગને દોરાના ભાવમાં પણ 15% નો વધારો થયો છે. હજુ હોલસેલની ખરીદીમાં તેજી છે,અનેક વેપારીઓ પતંગનો સીઝનલ વેપાર કરે કગે