ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલી વાર આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે
- કાલે મોદી મેટ્રોમાં મુસાફરી કરશે : ૯ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ
- મેટ્રો ટ્રેન ,વંદે મેટ્રો ટ્રેન અને આવાસોનું લોકાર્પણ, ફ્લાયઓવરનું ખાતમુહુર્ત, સોમનાથ ટ્રસ્ટની બેઠક, જાહેરસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ હજારો કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. આ વિકાસ કાર્યોમાં અમદાવાદ-ભુજ વચ્ચે વંદે મેટ્રો અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને તેઓ લીલીઝંડી આપશે. સાથોસાથ સોમનાથ ટ્રસ્ટ સહિતની બેઠકોમાં પણ હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદ અને ગાંધીનગરની પોલીસ હાઈએલર્ટ ઉપર છે અને બંને શહેરોમાં ચુસ્ત પેટ્રોલિંગ થઇ રહ્યું છે.
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી તેઓ પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે
ગુજરાતની મુલાકાતના પહેલા જ દિવસે એટલે કે રવિવારે તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ફેરફાર અને સુધારો કરવાનાં કામ અંગે ચર્ચા થશે. તેમજ આગામી દિવસોમાં સોમનાથ મંદિરનો પ્રવેશ દ્વાર બેડીગેટ સુધી લઈ જવાનું આયોજન છે. તેમજ ગત બેઠકમાં નક્કી કરાયેલા કામની પણ સમીક્ષા અને પ્રાથમિક ચર્ચા થશે.
વડાપ્રધાન તા. 15, 16 અને 17 એમ ત્રણ દિવસ ગુજરાતમાં છે જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આ મુલાકાત ટાંકણે તા. 16 ના રોજ ઈદ-એ મિલાદનું જૂલુસ તેમજ તા. 17 નાં રોજ ગણેશ વિસર્જન હોઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાન આજે તા. 15 સપ્ટેમ્બરનાં રોજ બપોરે ૪ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાંથી તેઓ સીધ વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા પરંતુ છેલ્લ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે. એરપોર્ટથી તેઓ સીધા રાજભવન જશે. તેમજ રાજભવન ખાતે અલગ અલગ બેઠક યોજશે.
તા. 16 નાં રોજ વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે.જે બાદ તેઓ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે. તેમજ બપોરે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધવાના છે. તેમજ રાત્રિ દરમ્યાન રાજભવન ખાતે રોકાણ કરશે.
તા. 17 નાં રોજ વડાપ્રધાન સવારે ઓડિશા ભુવનેશ્વર જવા રવાના થશે.