2 વર્ષ બાદ રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફલાઇટ ટેક ઓફ થશે : ઈન્ડિગોનું 28 માર્ચ સુધીનું વિન્ટર શેડયૂઅલ જાહેર
બે વર્ષ બાદ દિવાળી પછી રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફલાઇટ ઉડાન ભરશે.ઇન્ડિગો દ્વારા દિલ્હી માટેની જાહેરાત કરાઈ હતી જે અનુલક્ષીને વિન્ટર શેડયૂઅલ જાહેર કર્યો છે.જેમાં 26 ઓક્ટોબરથી લઈ આગામી 28 માર્ચ સુધીની વિન્ટર શેડયૂઅલ ફલાઇટનું ટાઈમ ટેબલ જાહેર કરેલ છે.

જેમાં પુણેની ફલાઈટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે જ્યારે દિલ્હી માટે સવારે 8.05 મિનિટએ ટેકઓફ થઈ 9.50 એ દિલ્હી પહોચશે, આ વહેલી સવારની ફલાઈટ માટે લાંબા સમયથી માંગણી હતી જેના લીધે રાજકોટનાં બિઝનેસ વર્ગને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો :ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ વચ્ચે 30 દિવસનો ગેપ જરૂરી: CBDTને હાઇકોર્ટની ટકોર
ઈન્ડિગો એરલાઇન્સએ વિન્ટર શેડયૂઅલમાં દિલ્હીની વધુ એક ફલાઇટ નવી શરૂ કરી છે.ટુક સમયમાં કોલકત્તા સેકટર શરૂ કરવાની વાત છે.આથી સૌથી વધુ વેપારી વર્ગને લાભ થશે.રાજકોટથી બિઝનેસ માટે જનાર પેસેન્જરો સવારે ઇન્ડિગોની ફલાઈટમાં જઇ રાતની એરઇન્ડિયાની ફલાઈટમાં રિટર્ન આવી શકશે. આ ઉપરાંત રાજકોટથી પુના,મુંબઈ,ગોવા,હૈદરાબાદ, બેંગ્લોર ની ફલાઇટ ઉડાન ભરશે.
