અદાણીના સંયુક્ત સાહસને મળશે આટલા મિલિયન ડોલરનું ધિરાણ
યુ.એસ.ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા શ્રીલંકામાં
યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનએ ઘોષણા કરી છે કે તે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., શ્રીલંકાના અગ્રણી સાહસ જ્હોન કીલ્લ્સ હોલ્ડિંગ અને શ્રીલંકા પોર્ટ ઓથોરીટીના બનેલા કોન્સોર્ટીઅમને યુએસડી 553 મિલિયનનું માતબર ધિરાણ આપશે.
અમેરીકી સરકારની વિકાસ ધિરાણ સંસ્થા DFC સૌથી વધુ ગંભીર પડકારોનો સામનો કરી રહેલા વિકસી રહેલા વિશ્વને નાણાકીય ઉકેલો માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે. તે ઉર્જા,આરોગ્ય સંભાળ,આંતરમાળખું, કૃષિ અને નાના વ્યવસાયો તથા ધિરાણ સેવાઓના ક્ષેત્રમાં રોકાણ કરે છે.
અમેરિકન સરકાર સૌ પ્રથમવાર તેની સંસ્થાઓ પૈકીની એક સંસ્થા મારફત અદાણીના એક પ્રોજેક્ટને ધિરાણ આપી રહ્યું છે જે અદાણી સમૂહના વિકાસકીય અભિગમ અને સંચાલકીય બહોળા અનુભવને માન્યતા આપે છે.આ ધિરાણ અદાણી સમૂહની કોલંબો પોર્ટમાં રોકાણ કરી વિશ્વકક્ષાની કન્ટેનર સવલતનું સર્જન કરવાની કાબેલિયતમાં વિશ્વાસ દર્શાવે છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા અમારા વિઝન,અમારી ક્ષમતાઓ અને અમારા સુશાસન ઉપર મજબૂત ભરોસા તરીકે જોઈએ છીએ.
ભારતીય સામુદ્રીક પરીસીમામાં પોર્ટ ઓફ કોલંબો સૌથી મોટું અને ધમધોકાર ચાલતું ટ્રાન્સશિપમેંટ પોર્ટ છે.વ ૨૦૨૧થી તે 90%થી વધુ ઉપયોગીતા સાથે કામકાજ કરી રહ્યું છે. જેથી તેમાં વધારાની ક્ષમતા ઉમેરવી એ સમયની માંગ છે. નવું ટર્મિનલ મહત્વના શિપિંગ રુટો ઉપર શ્રીલંકાના મહત્વના સ્થાન તેમજ આ વિસ્તરતા બજારની તેની નજદીકી પહોંચ બંગાળના અખાતમાં ઉભરી રહેલા અર્થકારણને વેગ આપશે.
DFCના સી. ઇ.ઓ.સ્કોટ નેથને જણાવ્યું હતું કે કંપની વિકાસને આગળ ધપાવતા અને આર્થિક વૃધ્ધિ તરફ દોરી જતા ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપીને અમારા ભાગીદારોની વ્યુહાત્મક સ્થિતિને મજબૂત બનાવે છે.જે અનુસાર પોર્ટ ઓફ કોલંબોમાં આ આંતર માળખાના નિર્માણ માટે અમે સહયોગ કરી રહ્યા છીએ.
આ સાથે અદાણી ગૃપ ઉભરતા બજારમાં વ્યુહાત્મક રોકાણ મારફત તેની વૈશ્વિક હાજરી વિસ્તારી રહી છે. અદાણી સમૂહે ટ્રાન્સપોર્ટ લોજીસ્ટિક્સ અને એનર્જી યુટીલિટીઝ વ્યવસાયોમાં માર્કેટ લિડર તરીકેનું સ્થાન લઈ લીધું છે.