લેાકમેળામાં રાઇડ્સ માટે સેાઇલ ટેસ્ટ કરાવવાની જાહેરાત ન હોવાનો ફેક ઓડિયોટીખળ ખેારેાએ કર્યો હતેા વાયરલ
રાજકેાટ : રાજકેાટના રેષકેાર્ષ મેદાન ખાતે યેાજાનાર લેાકમેળામાં સહેલાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારની એસઓપી મુજબ સેાઇલ ટેસ્ટ, ફાઉન્ડેશન અને એનડીટી નિયમેાની ચુસ્તપણે અમલવારીને લઈ તંત્ર મક્કમ છે ત્યારે રાજકેાટ જિલ્લા કલેકટરના નામે સેાશિયલ મીડિયામાં કેાઈ ટિખ્ખળખેારે રેષકેાર્ષ મેદાનની જમીન મજબૂત હેાવાનું અને સેાઇલ ટેસ્ટની જરૂરત ન હેાવા અંગેનેા ઓડિયેા મેસેજ વાયરસ કરતા કલેકટર હરકતમાં આવ્યા હતા અને ઓડિયેા ફેક હેાવાનું જણાવી જરુર પડ્યે ફેાજદારી પગલાં લેવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા.
સેાશિયલ મીડિયામાં એક ઓડિયેા વાયરલ થયેા હતેા જેમાં એક અજાણી વ્યક્તિ બેાલે છે કે રાજકેાટ જિલ્લા કલેકટરે નિવેદન આપ્યું છે કે રેસકેાર્ષ મેદાનની જમીન પક્કડ વાળી હેાવાથી સેાઈલ ટેસ્ટના રિપેાર્ટ પેાઝિટિવ આવશે એટલે સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે આમાં રાઈડ્સના ફાઉન્ડેશનની વાત થતી હેાય તેવું જણાઈ રહ્યું છે. ફાઉન્ડેશન કરવું પેાશાય તેમ ન હેાવાથી રાઈડ્સ સંચાલકેાએ હરરાજીનેા બહિષ્કાર કર્યેા છે અને અન્ય ખાનગી પાર્ટી નિયમ પાલન સાથે રાઇડ્સ ઉભી કરવા તમામ પ્લેાટ ખરીદ્યા છે તેવા સમયે જ આવેા ફેક ઓડિયેા ટિખળખેારેા દ્વારા વાયરલ કરવામાં આવતા જિલ્લા કલેકટર પણ ચેાકી ઉઠ્યા હતા.
આ ફેક ઓડિયેા કલીપ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, હું સિવિલ એન્જીનીયર નથી કે, રેષકેાર્ષ ગ્રાઉન્ડની જમીન કેવી છે તે અંગે વાત કરી શકું ! સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, સેાશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ ઓડિયેા કલીપ પાયા વિહેાણી છે, રાઇડ્સ માટેના તમામ નીતિનિયમેાનું 100 ટકા પાલન કરાવવામાં આવશે, સાથે જ જરૂર પડ્યે ઓડિયેા કલીપ વાયરલ કરનારા તત્વેા વિરુદ્ધ ફેાજદારી પગલાં ભરવામાં આવશે તેવા સંકેતેા પણ તેમને આપ્યા હતા.