- નાની બહેનના પતિએ તેના મળતીયાઓ સાથે મળી બંને બહેનો પર એસિડ ફેકતા ગંભીર રીતે દાઝી
- પતિ અવાર-નવાર માર મારતો હોવાથી પરિણીતા માવતરના ઘરે જતી રહેતા પતિએ વિકૃતા આચરી : પોલીસે ગુનો નોંધ્યો
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે બે બહેનો પર નાની બહેનના પતિએ તેના મળતીયાઓ સાથે મળી એસિડ એટેક કરતાં બંને બહેનો ગંભીર રીતે દાઝી હતી.. જેથી બંને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને આ મામલે પોલીસે ગુનો નોંધી વિકૃત મજગના પતિની શોધખોળ શરૂ કરી છે.
માહિતી મુજબ વંથલીના ધંધુસર ગામે માવતરના ઘરે આવેલી સેજલ અમિતભાઈ મકવાણા (30) રાત્રિના તેની મોટી બહેન હેતલ સંજય સોલંકી (35) સાથે સૂતી હતી. અને તેના માતા-પિતા બીજા રૂમમાં સૂતા હતા તે સમયે સેજલનો પતિ અમિત મકવાણા તેના ચાર મળતીયા સાથે ઘસી આવ્યો હતો. અને પોતાના પાસે રહેલું એસિડ બંને બહેનોના મોઢા પર રેડ્યું હતું. અને તેઓને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યારે આ ઘટનામાં બંને બહેનો ગંભીર રીતે દાઝી જતાં બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ મામલે બનાવની જાણ પોલીસને થતાં તેઓ હોસ્પિટલે દોડી આવી બંને બહેનોની ફરિયાદ પરથી કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ મામલે બંને બહેનોના પિતાએ જણાવ્યું હતું,કે અમિત અવારનવાર તેની દીકરી સાથે ઝગડો કરતો અને તેને માર મારતો હતો,જેથી તેની તેમના ઘરે જતી રહેતા અમિતે આ કૃત્ય આચર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
