આટકોટમાં બનેલ બાળકી પર દુ*ષ્કર્મની ઘટનામાં આરોપી રામસિંગને ફાં*સીની સજા: પીડિત પરિવારને રૂ.7 લાખના વળતરનો આદેશ
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક એકાદ મહિના પહેલા હૈયું હચમચાવતી ‘નિર્ભયા કાંડ’ જેવી ઘટના સામે આવી હતી જેમાં હેવાન નરાધમે બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારે આ ઘટનામાં સ્પે. પોકસો કોર્ટે દ્વારા ઝડપી કેસ ચલાવી નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા અને એ.પી.પી પ્રશાંત પટેલ દ્વારા ‘રેર ઓફ ધી રેર’ કેસ ગણી આરોપીને ફાંસીની સજા કરવાની દલીલોને કોર્ટે સ્વીકાર હતી. ત્યારે અધિક સેશન્સ. જજ વી. એ. રાણાએ આરોપીને ફાંસીની સજા આપી પીડિત પરિવારને 7 લાખ રૂપિયા વળતરનો આદેશ આપ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામમાં 4 ડિસેમ્બર, 2025ના રોજ 6 વર્ષની બાળકી પર થયેલા અત્યંત જઘન્ય દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉં.વ.30)ને ફાંસીની સજા સંભળાવી છે. ઘટનાના માત્ર 34 દિવસમાં કેસનો અંતિમ ચુકાદો આવી ગયો છે.
ઘટનાના દિવસે બપોરે બાળકી પરિવાર સાથે રમતી હતી, ત્યારે આરોપી તેને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં બાળકીને પહેલા જસદણ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સમયસર સારવારથી તેનું જીવ બચી ગયો.
પોલીસે 8 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરી, 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી અને પુરાવા સાથે મજબૂત કેસ રજૂ કર્યો. ડીએનએ રિપોર્ટ, મોબાઈલ CDR અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓથી આરોપી સામે ગુનો સાબિત થયો.
કોર્ટએ કેસની ગંભીરતા અને કરુણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઝડપી સુનાવણી કરી અને સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણાએ આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
