સાત વર્ષની ફુલ જેવી બાળા પર કૌટુંબિક કાકાએ જ આચરી હેવાનિયત! રાજકોટમાં હૈયુ હચમચાવતી ઘટના આવી સામે
રાજકોટમાં એક અત્યંત હચમચાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની ભાગોળે કૂવાડવા ગામે માતા-પિતા સાથે રહેતી સાત વર્ષની ફુલ જેવી કુમળી વયની બાળા પર તેના જ કૌટુંબિક કાકાએ હેવાનિયત આચરતા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
આ અંગે બાળકીની માતાએ કૂવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની સાત વર્ષની બાળકી સાથે કૂવાડવા ગામે રહેતા વિપુલ પ્રેમજીભાઈ ગોહેલે ન કરવાનું કર્યું છે. વિપુલે આચરેલી હેવાનિયતને કારણે બાળકીને ગુપ્ત ભાગે, ગળા તેમજ છાતીના ભાગે થયેલી ઈજાની હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો :ઘરનું આંગણું રેડિયમ અને ફ્લોરેન્સનાં રંગોથી ઝગમગશે: રાજકોટનાં વેપારીએ બનાવ્યાં 56 પ્રકારનાં દેશી રંગો
બાળકી ભાગ લેવા માટે બહાર નીકળ્યા બાદ વિપુલ તેને ભાગ અપાવવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો. બાળા લાંબા સમય સુધી ઘેર પરત ન ફરતા વાલીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી જે અંગેની જાણ આરોપી વિપુલને થઈ જતા તેણે પોતાના મકાનમાંથી બાળકીને બહાર કાઢી તેની માતાને સોંપી દીધી હતી. જો કે બાળકી જ્યારે સોપી ત્યારે તેને ઈજાઓ થઈ હોય ઉપરાંત તે હેબતાઈ ગયેલી હોય તેવું લાગતા માતાને શંકા ગઈ હતી.
આ પણ વાંચો :સોના-ચાંદીમાં સુનામી: રાજકોટમાં ચાંદી 1.78 લાખની ટોચે, મંગળ પુષ્યનક્ષત્રે બુલિયન માર્કેટ ગરમ,ચાંદીની માંગે તોડ્યા બધા રેકોર્ડ
આ પછી બાળકીને પૂછતાં કૌટુંબિક કાકા વિપુલે જ તેના ઉપર ન કરવાનું કૃત્ય કર્યું હોવાનું કથન કરતા માતા રીતસરની રડી પડી હતી. આ અંગેની જાણ હોસ્પિટલ દ્વારા કૂવાડવા રોડ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે ત્યાં દોડી જઈ માતાની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ વિપુલ ગોહિલને પણ દબોચી લઈ આખી રાત કરાયેલી સઘન પૂછપરછમાં તેણે આવું કૃત્ય ન કર્યાનું રટણ કર્યે રાખ્યું હતું. વિપુલ એક જ વાત કરતો હતો કે `હું આવું કરી જ ન શકું, એ તો મારી ભત્રીજી છે’
