સોમનાથમાં PM મોદીની ઉપસ્થિતિમાં 108 અશ્વો સાથે નીકળશે પ્રોસેશન! દેશભરની વિવિધ કલાકૃતિ સાથેના સાંસ્કૃતિક મંચ નિહાળવા મળશે
સોમનાથ મહાદેવને શીશ ઝૂંકાવવા માટે આગામી તા.11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવનાર છે. પીએમના પ્રોગ્રામની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યયો છે. સોમનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતેથી 108 અશ્વોનું પ્રદર્શન સાથે સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી પીએમની ઉપસ્થિતિમાં 108 અશ્વો સાથે પ્રોસેશન નીકળનારું હોવાનો કાર્યક્રમ ગોઠવા, રહ્યો છે. પ્રોસેશન રૂટમાં દેશભરની વિવિધ કલાકૃતિ સાથેના સાંસ્કૃતિક મંચ નિહાળવા મળશે. તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે બપોર બાદ સોમનાથ ખાતે પહોંચ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા સાથેની તૈયારીઓનું નિદર્શન કરી જરૂરી સૂચનો સાથે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
સોમનાથ માટેનો સત્તાવારરૂપે હજુ વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ જે રીતની તંત્ર અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ સંદર્ભે જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ વડાપ્રધાન મોદી તા.10ના સોમનાથ આવશે અને રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજન-અર્ચના કરશે. સોમનાથ ખાતેના પીએમના કાર્યક્રમને લઈને 1000 અશ્વોને સોમનાથની ધરા પર એકઠા કરીને અશ્વ પ્રદર્શનનો પણ કાર્યક્રમ યોજાવાનો હતો. જો કે હવે 108 અશ્વોને લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અશ્વોને સાજશણગાર સામે સોમનાથ મહાદેવ મંદિરમાં પટાંગણ પાસેથી સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી ચલાવીને લઈ જવાશે. અશ્વ નિદર્શન કાર્યક્રમ થશે. આ રૂટ પર અલગ-અલગ સાંસ્કૃતિક કલાકૃતિઓ પણ નિહાળવા મળશે.
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મંદિર પટાંગણથી સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી રોડ-શો જેવો કાર્યક્રમ પણ યોજાનાર હોવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ સત્તાવાર રીતે કોઈ કાર્યક્રમ જાહેર થયા નથી, જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તેના પરથી વડાપ્રધાનના રોડ-શોમાં આગળના ભાગ 108 અશ્વોનું નિદર્શન સાથેનું પ્રોસેશન નીકળનાર હોવાનું અને અશ્વો પોલીસના અશ્વદળમાંથી લાવવામાં આવશે તેવું જાણવા મળે છે.
