આજે બપોર બાદ અચાનક જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે બફારા વચ્ચે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદનો ધોધમાર રાઉન્ડ જોવા મળતાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસેલા વરસાદથી અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. ત્યારે શહેરના પંચવટી વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર થોડા વરસાદમાં જ લો ગાર્ડન પાસે પાણી ભરાઈ જવાને લીધે લોકોમાં પણ રોષ ફેલાયો છે. વારંવાર થતી આ સમસ્યાને લીધે શહેરના અધિકારીઓ અને હોદ્દેદારો સામે લોકોમાં રોષ છે.
