રાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલી જલારામ બેકરીમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી : બે દાઝયા
રાજકોટમાં જંક્શન વિસ્તારમાં આવેલી સિંધી કોલોની પાસેની જલારામ બેકરીમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી હતી.આગ લાગ્યાની થતાં જ ફાયરની ટીમ ઘટના સથેલ દોડી ગઈ હતી.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ આગ જીએસપીસી ગેસ લાઈનમાં લીકેજ થતા લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
વિગત મુજબ જંક્શન વિસ્તારમાં આવેલી સિંધી કોલોની પાસેની જલારામ બેકરી ગઇકાલ રાત્રિના સમયે આગ લાગ્યાની ઘટના બની હતી.આગ લાગ્યાની જાણ થતાં જ બે ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી.અને પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.જ્યારે આ આગમાં વિમલ યાદવ અને કમલ યાદવ નામના બે શ્રમિકોને ઇજા પહોંચી હતી,જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે,બેકરીમાં રહેલી જીએસપીસી ગેસ લાઈનમાં લીકેજ હોવાથી પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.અને આગ ભભૂકી હતી.ઉલ્લેખનીય છે કે,બ્લાસ્ટ થતાં તેનો અવાજ બે કિલોમીટર સુધી પહોંચતા આસપાસના લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો.
બેકરીના બિલ્ડિંગની વાત કરવામાં આવેતો તેનું ત્રણ માળનું બાંધકામ છે.અને પતરાંના માચડા ખડકીને આ બાંધકામ કરવામાં આવ્યું હતું.જો આગ વધુ પ્રસરી હોત તો ટીઆરીપી જેવી ઘટના થતાં વાર ન લાગી હોત પરંતુ ફાયરની ટીમે સૂચબૂજથી આગ પર તુરંત જ કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.આગ લાગી ત્યારે બેકરીમાં ઓછા લોકોની હાજરી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.પરંતુ બેકરી પાસે ફાયર એનઓસી છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવવાની છે.બીજી બાજુ સારવાર અર્થે ખસેડવામાં આવેલા લોકોની તબિયત સ્થિર હોવાનું પણ માલૂમ થયું છે.