થોડા વરસાદે અમદાવાદ મનપાની ખોલી પોલ,ઠેર ઠેર ભરાયા પાણી
સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે ચાણક્યપુરી સેક્ટર એક પાસે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, થોડા જ વરસાદમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે. , શહેરમાં પ્રોપર ડ્રેનેજ સીસ્ટમ ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. રોડ પર પાણી ભરાવાને લઈ ટ્રાફિક જામ થયો થયો હતો.
સવારથી શરૂ થયેલા થોડા વરસાદમાં જ શેલામાં રોડ ધોવાઈ ગયો છે. હજુ મહિના પહેલા જ આ વિસ્તારમાં વિશાળકાય ભુવો પડ્યો હતો અને રસ્તા પર ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ખાડા પડ્યા હતા. શહેરના ડેવલપ્ડ વિસ્તારમાં ગણાતો આ રોડ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે અને ઠેકઠેકાણે કમરતોડ ખાડા પડ્યા છે. વાહનચાલકો આ ખાડામાંથી પસાર થવા મજબુર બન્યા છે.
આ સાથે સાથે અમદાવાદના ભૂલાભાઈ પાર્ક વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ ગયા હોવાને કારણે લોકોના ટુ-વ્હીલર પણ બગડી રહ્યા છે
વાસણા બેરેજના બે ગેટ ખોલવામાં આવ્યા છે. વિગતે પ્રમાણે ગેટ નંબર 24 અને ગેડ નંબર 25 ખોલવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીના પાણીની લેવલ ઓછું કરવા ગેટ ખોલાયા છે. ભારે વરસાદને પગલે હાલ લેવલ 131.50 ફુટ છે જેને 129 ફુટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.