એક એવી ઘડિયાળ કે જેના કાંટા ઊંધા ચાલે છે : ગુજરાતમાં અહીં ઘરે-ઘરે જોવા મળશે અનોખી ઘડિયાળ, કારણ જાણીને ચોંકી જશો
આપણા જીવનમાં સમયનું ખુબ જ મહત્વ છે અને એ સમય આપણને ઘડિયાળ બતાવે છે. ઘડિયાળને નીરખીને તો આપણે સૌએ જોઈ હશે તેના કાંટા સીધા ચાલે છે ત્યારે શું તમે ક્યારેય એવી ઘડિયાળ વિશે સાંભળ્યું છે જે ઉંધી ચાલે છે પરંતુ સમય યોગ્ય જ બતાવે છે. આ સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા ને! આ વાત છે ગુજરાતના પંચમહાલ ગામની જ્યાં આદિવાસીઓનો વિશાળ સમુદાય રહે છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે જાણીયે આ ગામની અનોખી ઘડિયાળ અને તેની પાછળના રહસ્યો વિશે.
ઊંધી ઘડિયાળ
આદિવાસી સમાજ પોતાના રીતરિવાજોને હંમેશા સાથે રાખે છે. રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છ. તેઓ કુદરતને અનુસરે છે અને પોતાની પરંપરાગત મૂલ્યો ભૂલ્યા નથી અને પોતાની પરંપરાગત રીતે તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. એવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળો જોવા મળે છે.
આ પણ વાંચો : સદ્દભાવના વૃદ્ધાશ્રમના 251 ભાઈઓની લાડકી બહેન ‘ખુશી’ : કોર્પોરેટ સેકટરની જોબ મૂકીને 6 વર્ષથી વડીલોની કરે છે સેવા
શું છે માન્યતા?
સૂર્યની ફરતે પૃથ્વી સહિતના ગ્રહો કે ન્યુક્લિયસની ચારે તરફ પ્રોટોન-ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન પણ ઘડિયાળના કાંટાની વિરુધ્ધ દિશામાં જ ફરે છે. અરે, ખુદ પૃથ્વી જ પોતાની ધરીની આસપાસ જમણેથી ડાબે ફરે છે. એટલેકે, પ્રકૃતિની દિશા જ જમણેથી ડાબે બાજુ છે.
આદિવાસી સમાજને પ્રકૃતિનો પૂજક ગણવામાં આવે છે. બ્રહ્માંડ વિજ્ઞાન અને પ્રકૃતિ સાથે તાલ મિલાવટી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોમાં પોતાની વર્ષોજૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવવામાં આવી છે. બિરસા મુંડાના ફોટા વાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ જ છે.
આ પણ વાંચો : પેંડાથી બકલાવા સુધી: રક્ષાબંધન પર રાજકોટમાં 10 કરોડની મીઠાઈનું વેચાણ! ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ,ચોકો પીઝા, ઘેવરની વધુ ડિમાન્ડ
આ ઘડિયાળ છત્તીસગઢના કોરબા, કોરિયા, સરગુજા, બિલાસપુમાં પણ લોકપ્રિય
તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજમાં જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે તેમજ હાથે ફેરવામાં આવતી અનાજ દળવાની ઘંટી પણ જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે. જ્યારે લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઇ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમતા હોય છે. જ્યારે હોળીના તહેવારમાં પણ હોળી જમણી તરફથી ફરતા હોય છે અને હોળીના સમયે મહિલાઓ તેમજ પુરૂષો જેરૈયા રમતા હોય છે તે સમયે પણ જમણી દિશામાં ફરીને પોતાના નૃત્ય કરતા હોય છે. છત્તીસગઢમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી આદિવાસીઓ વિરુધ્ધ દિશામાં ચાલતી ઘડીયાળોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘડિયાળ છત્તીસગઢના કોરબા, કોરિયા, સરગુજા, બિલાસપુર,અને જસપુર જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે.
આપણા બધાના ઘરમાં ઘડિયાળમાં 1,2,3….12ના પરંપરાગત આંકડાવાળી ઘડિયાળ હોય છે તેને બદલે આદિવાસીઓના ઘરમાં 12,11,10,9,……1ના ક્રમમાં ગોઠવયેલા અંકો અને વિરુધ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડીયાળની વિશેષતા છે.
