અભ્યાસનું કેમ્પસ કે આપઘાતનો અખાડો ?? રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આપઘાતની ઘટનાઓને લઈને રોહિતસિંહ રાજપૂતના આકરા સવાલો
એક અઠવાડિયામાં બે વિદ્યાર્થીઓના આપઘાતથી મારવાડી યુનિવર્સિટી ફરી ચર્ચામાં
રોહિતસિંહ રાજપૂતે મેનેજમેન્ટની કામગીરી અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ઉઠાવ્યા સવાલો
કેફી પદાર્થો, જુગાર અને કાઉન્સેલિંગ સહિતના મુદ્દે રોહિતસિંહ રાજપૂતે કર્યા આક્ષેપો
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે નક્કર પગલાં લેવાની માંગ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જ્યાં વહેલી સવારે કોલેજના મુખ્ય બિલ્ડિંગના છઠ્ઠા માળેથી આંધ્રપ્રદેશના હિંમત નામના વિદ્યાર્થીએ ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. તે કમ્પ્યુટર સાયન્સના થર્ડ યરમાં અભ્યાસ કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ત્યારે વધતાં આપઘાતના બનાવને પગલે યુનિવર્સિટી પણ સવાલના ઘેરામાં આવી છે.
યુનિવર્સિટી અભ્યાસ કે કારકિર્દીની નહીં, આપઘાતનો અખાડો બની ગઈ : રોહિતસિંહ રાજપૂત

સમગ્ર ઘટનાને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિ સૌરાષ્ટ્ર પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી એ ક્યાંક વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કે કારકિર્દી બનાવવા માટેની નહીં, પણ આપઘાતનો અખાડો બની ગઈ હોય, એ રીતના એક અઠવાડિયાની અંદર બે વિદ્યાર્થીઓએ આપઘાત, એ પણ મોટા ઊંચા બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવીને પોતાનું પોતાનું મોત મીઠું કર્યું છે. ક્યાંક ને ક્યાંક આ શરમજનક ઘટના કહેવાય કે વિદ્યાર્થીઓ જે રીતે આપઘાત કરી રહ્યા છે, મારવાડીમાં આ કોઈ પહેલી કે બીજી ઘટના નથી. છેલ્લા તમે 5 કે 10 વર્ષનો આખો રિપોર્ટ કાઢો, તો અંદાજે 15થી વધુ વિદ્યાર્થીઓએ આ કેમ્પસની અંદર આપઘાત કર્યા છે.એ ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે.
વાલીઓ અભ્યાસ માટે મોકલે અને અંતે હાથમાં શું આવે..વિદ્યાર્થીના મૃતદેહ : રોહિતસિંહ રાજપૂતનો સળગતો સવાલ

રોહિતસિંહ રાજપૂતે વાલીઓની ચિંતા તેના અને તેના બાળકોના સપના અને ભવિષ્યની બાબતને ધ્યાનમાં રાખી જણાવ્યું હતું કે જે રીતે વિદ્યાર્થીઓના વાલીઓ 200-300-400 કિલોમીટર અને આજે દક્ષિણ ભારતના વિદ્યાર્થીઓના વાલીઓ 1500-1500 કિલોમીટર દૂરથી તેમને અહીં અભ્યાસ માટે મોકલે, અને એના હાથમાં શું અંતે આવે ? વિદ્યાર્થીની બોડી…એના માટે ઘણા બધા કારણો હોય છે. હમણાં અઠવાડિયા પહેલા જે આપઘાતનું પ્રકરણ હતું, તે કંઈક પ્રેમ પ્રકરણની અંદર થયું. આ કારણ આવ્યું એવી વાત મળી શકે, અથવા પારિવારિક કોઈ ઇશ્યુ ચાલતા હતા. અને ત્યાંના રજિસ્ટ્રાર-પ્રિન્સિપલ સાથે વિદ્યાર્થીને કોઈ વ્યક્તિગત રાગ-દ્વેષ હતો અને આ વિદ્યાર્થી ખૂબ ડિપ્રેશનની અંદર હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.
કેફી પદાર્થોથી વેસ્ટર્ન કલ્ચર સુધી, મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં
રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભૂતકાળથી જ કેફી પદાર્થ હોય, ગાંજો હોય, એ બાબતે ખૂબ કુખ્યાત છે. ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નહીં, પણ લવ ગાર્ડનના એ રીતે પોતાની પ્રેમલીલાઓ કરવા માટેનું કેમ્પસ તરીકે કુખ્યાત છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં આપણે અવારનવાર જોતા આવ્યા છીએ કે આ શૈક્ષણિક કેમ્પસ છે કે પછી વિદ્યાર્થીઓની કારકિર્દી અને એમનું ભવિષ્ય અંધકારમય તરફ ધકેલવા માટે વાલીઓએ તેમને મોકલે છે ?? હવે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીની અંદર વેસ્ટર્ન કલ્ચર અને વિદ્યાર્થીઓને આધ્યાત્મિકતાથી દૂર લઈ જતું કેમ્પસ છે.
સંસ્કારથી દૂર લઈ જતા કાર્યક્રમો અને જુગારના આક્ષેપો
રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સંસ્કાર, ચિંતન અને પોતાનું કૌશલ્ય વિકસાવવા માટે મોકલવામાં આવતા હોય છે, તેની જગ્યાએ અહીંયા વિકાસસિંહ અને પૂનમ પાંડે જેવી કલાકારોને બોલાવીને વિદ્યાર્થીઓને ક્યાંક આપણા કલ્ચરથી દૂર લઈ જઈ રહ્યા છે. આ કેમ્પસ માત્ર કોઈ વિદ્યાર્થીના અખાડા માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પ્રેમ પ્રકરણની અંદર અહીંયા પ્રવેશ કરે પછી જુગારના આઈડીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ દેણામાં આવી જતા હોય. એવું વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારે ધ્યાને અનેકવાર આવ્યું છે.
અત્યાર સુધીના આપઘાતમાં કોઈ દિવસ મેનેજમેન્ટે કે પોલીસે મૂળ કારણ શોધ્યું નથી: રોહિતસિંહ રાજપૂતનો આક્ષેપ

રોહિતસિંહ રાજપૂતે યુનિવર્સિટી મેનેજમેન્ટને સવાલોના ઘેરામાં લેતા જણાવ્યું હતું કે દારૂના રવાડે ચડી જાય, કુસંગત હોય તો ગાંજો અને ડ્રગ્સના રવાડે એ ચડી જતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસ ડાયરેક્ટર અને મેનેજમેન્ટ પોતાની પ્રતિષ્ઠા બચાવવા ક્યાંક ને ક્યાંક મામલાઓ સામાજિક રીતે અને વ્યક્તિગત રીતે દબાવી દેતા હોય છે. પરંતુ અત્યાર સુધીના આપઘાતમાં કોઈ દિવસ મારવાડી મેનેજમેન્ટે કે પોલીસે તેમનું મૂળ કારણ શોધ્યું નથી. આવા કારણો જો પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે આ નહીં અને આ કારણ હતું, અને વિદ્યાર્થીએ આવું પગલું ભર્યું છે, તો વિદ્યાર્થીઓના વાલીઓને ખબર પડે કે મારું બાળક ક્યારે ડિપ્રેશનની અંદર છે. ત્યાં વિકાસસિંહ કે પૂનમ પાંડેની જરૂર નથી, ત્યાં મોટિવેશનલ સ્પીકરને બોલાવીએ. માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોને બોલાવીએ. તબીબો કે કાઉન્સેલર હોય, વિદ્યાર્થીઓ કોઈ આફતની અંદર આવે, મુશ્કેલીની અંદર થાય, નાપાસ થાય, જીવનમાં કોઈ એવો ફેસ આવે, ત્યારે તેઓ કઈ રીતે તેનો સામનો કરી શકે અને એમાંથી નીકળી શકે, એવા શિક્ષણની એને જરૂર છે.
વારંવાર બનતી ઘટના ક્યારે અટકશે ??
થોડા દિવસ પહેલા પણ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ત્યારે ફરી આજે આપઘાતણી ઘટના સામે આવી છે. ત્યારે બને ઘટનાઓમા પોલીસ તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે. ઘટનાને પગલે પોતાનાબાળકોને અન્ય શહેરોમાં ભણવા મોકલતા વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. બનાવને પગલે એક જ સળગતો સવાલ થઈ રહ્યો છે. અહીં ભણવા આવે છે કે મરવા માટે ?? શું આવી ઘટનાઓનો અંત આવશે કે નહિ ??
