સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ પોઈચાની નર્મદા નદીમાં ડૂબ્યા
રાજ્યમાં ફરી એક વખત પ્રવાસીઓ ડુબ્યાની ઘટના સામે આવી છે જેમાં નર્મદાનાં પોઈચામાં દુઘર્ટના સર્જી હતી. નદીમાં 8 પ્રવાસીઓ ડૂબી ગયા હતા ત્યારે 1 વ્યક્તિનો બચાવ 7ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું હતું અને ફાયર વિભાગ દ્વારા લોકોની શોધખોળ શરુ કરવામાં આવી હતી ત્યારે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે જયારે ૭ વ્યક્તિઓ હજુ પણ ગુમ છે. તમને જણાવી દઈએ એ આ ૮ વ્યક્તિઓમાં ૩ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ વેકેશન ચાલી રહ્યું છે લોકો વેકેશનની મજા માનવા અલગ-અલગ સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે નર્મદાના રાજ પીપળામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રવાસીઓ ડૂબી જતા શોધખોળ શરુ કરવામાં આવી છે. સુરતથી પ્રવાસીઓ નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા હતા, જેમાંથી આઠ લોકો નર્મદા નદીમાં નાહ્વા પડ્યા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવી લીધો છે, જ્યારે અન્યની શોધ શરુ છે.
મંદિરોના દર્શનાર્થે નીકળેલા પરિવારના ૮ સભ્યો નદીમાં ડૂબ્યા
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકોનો ગરકાવ થયો હતો. આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે.