અમદાવાદમાં વસ્ત્રાપુરની સારથી હોટેલ પાસે 50 લાખ રૂપિયાની લૂંટ
અમદાવાદ શહેર જાણે ક્રાઇમ બૉમ્બ પર બેઠું હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાંજ અમદાવાદમાં ફરી એકવાર લૂંટ થયાની ચકચારીત ઘટના બની છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે.
બિલ્ડર હિતેષના હતા રૂપિયા
આંગડિયા પેઢીમાંથી બિલ્ડર હિતેષભાઈના રૂપિયા લઈને તેમનો માણસ નીકળ્યો હતો. ત્યારે બિલ્ડરના વ્યક્તિ સાથે લૂંટ થઈ હતી. રામ મોહન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ લઈને નીકળ્યા બાદ વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે લૂંટની ઘટના ઘટી હતી.
પોલીસ પર ઉઠ્યા સવાલ
વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળનારોઓને આરોપીઓ ટાર્ગેટ કરતા હોય તેવું આ કિસ્સા પરથી જણાઈ આવી રહ્યું છે. અત્રે જણાવી દઈએ કે, આ અગાઉ પણ લૂંટની ઘટના સામે આવી હતી.