Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 3,900 કિલો નશીલા પદાર્થો સળગાવાયા!!!

Mon, July 20 2026

ગુજરાત સરકારની ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ અને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યમાં આજે ઐતિહાસિક કાર્યવાહી થઈ. ભરૂચના દહેજ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યભરના NDPS કેસોમાં જપ્ત કરાયેલા ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો. કુલ 1,095 કેસનો 3,900 કિલોનો જથ્થો BEIL પ્લાન્ટમાં નષ્ટ કરી સરકારે ડ્રગ્સ માફિયાઓને કડક સંદેશ આપ્યો છે.

કેટલો અને ક્યાં થયો નાશ? 

દહેજ સ્થિત BEIL – ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે રાજ્યભરમાંથી જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નિકાલ કરાયો.

– કુલ કેસ: 1,095 NDPS કેસ

– કુલ જથ્થો: 3,900 કિલોગ્રામ નાર્કોટિક્સ

– આંતરાષ્ટ્રીય બજાર કિંમત: અંદાજે ₹2,153 કરોડ

આ સમગ્ર પ્રક્રિયા લાકડિયા, ભચાઉ અને ભરૂચ સહિત 16 પોલીસ યુનિટોની સઘન હાજરીમાં અને તમામ કાનૂની પ્રક્રિયા બાદ પાર પાડવામાં આવી.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 8 કલાક ઓપરેશન કરી જીવલેણ કેન્સર હરાવ્યું!

GACL ખાતે હેન્ડબુકનું વિમોચન અને સન્માન સમારોહ 

નાશની પ્રક્રિયા બાદ GACL – ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ‘NDPS હેન્ડબુક’નું વિમોચન કર્યું. આ હેન્ડબુક પોલીસને NDPS કેસની તપાસ અને કાર્યવાહીમાં માર્ગદર્શક બનશે.

સાથે જ રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક બસ્ટ કરનાર અને સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા બાતમીદારોને ‘ડ્રગ્સ રિવોર્ડ પોલિસી’ હેઠળ પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય સરકારી વિભાગોના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન 

આ પ્રસંગે બોલતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારની ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે. યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય પોલીસની આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સત ચાલુ રહેશે.

તેમણે ઉમેર્યું કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો નાશ કરીને રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે ગુજરાતમાં નશાના કારોબાર માટે કોઈ જગ્યા નથી.

દહેજ ખાતેની આ કાર્યવાહી માત્ર ડ્રગ્સનો નિકાલ જ નહીં, પરંતુ ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધની સખત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પોલીસને મળી રહેલા સન્માન અને નવી હેન્ડબુકથી ભવિષ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ મજબૂત બનશે તેવી આશા છે.

Tags:

AntiDrugCampaignCommunitySafetyCrimePreventionDrugAbuseAwarenessDrugAwarenessDrugFreeIndiaHarshSanghviHomeMinisterIndianGovernmentLawEnforcementNarcoticsBurnNarcoticsControlPublicSafetySocialResponsibilitySubstanceAbuse

Share Article

Other Articles

Previous

હવે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો: ત્રીજા બાળકનો ભોગ લીધો

Next

અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 8 કલાક ઓપરેશન કરી જીવલેણ કેન્સર હરાવ્યું!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સિક્કિમમાં ટનલની અંદર મિથેન ગેસ વિસ્ફોટથી ભૂસ્ખલન, 7ના મોત, હજુ પણ ઘણા ફસાયેલા
6 મિનિટutes પહેલા
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
16 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
16 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3284 Posts

Related Posts

એસ.એન.કે.ની સ્કૂલબસમાં સિનિયર છાત્રાઓએ જુનિયરની કરી “ધોલાઈ”
રાજકોટ
1 વર્ષ પહેલા
એક દેશ એક ચુંટણી બિલ આજે લોકસભામાં રજૂ થશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અક્ષય તૃતીયાના દિવસને શા માટે શુભ માનવામાં આવે છે? પુરાણોમાં છુપાયેલું છેરહસ્ય
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટમાં રોગચાળો વકર્યો : ટાઇફોઈડની બિમારીથી 11 વર્ષીય બાળકીનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર