ગજબની મહિલા !! લેગીંગ્સમાં છુપાવીને લાવી 35 લાખનું સોનું, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડી પાડી
અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલી રાજકોટની મહિલા પાસેથી 35 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું કસ્ટમ વિભાગએ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા હોય તેમ બે દિવસ પૂર્વે જ ત્રણ કરોડનું સોનુ જીન્સમાં છુપાવીને આવેલા મુસાફરમાંથી ઝડપાયું હતું.
ત્યારે મંગળવારે રાત્રે દુબઈથી આવેલી ફ્લાઈટ નંબર 6E-1478માંથી રાજકોટની મહિલા પેસેન્જરને કસ્ટમ વિભાગે અટકાવી તલાશી લેતાં મહિલાએ લેગીન્સમાંથી પેસ્ટ બનાવી છુપાવેલું 383 ગ્રામ સોનું મળી આવ્યું હતું.
જે રીતે છુપાવવાનો કીમિયો રાજકોટની આ મહિલા રીંકુ રમેશભાઈ મુલિયાનો હતો જે જોઈને કસ્ટમના અધિકારીઓ પણ દંગ થઈ ગયા હતા.લેગીગ્સના બે પડ વચ્ચે આ સોનું સંતાડવામાં આવ્યું હતું.ક્સ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી જ્યારે બોલાવે ત્યારે અને તપાસમાં સહયોગ આપવાની શરતે જામીનમુક્ત કર્યા છે.