શું તમારે પણ ચોમાસામાં કરવા છે ડેસ્ટીનેશન વેડિંગ ?? આ 6 જગ્યાઓ છે શ્રેષ્ઠ વિકલ્પ
દરેક લોકો પોતાના લગ્નને ખાસ બનવવા માંગે છે. આજે અનેક લોકો ડેસ્ટીનેશન વેડિંગ તરફ વળ્યા છે. ઉનાળા અને શિયાળાના ડેસ્ટીનેશન વેડિંગ સ્થળનું આયોજન કરવું સરળ છે પરંતુ ચોમાસામાં તે મોટો માથાનો દુખાવો છે. તેથી જો તમારા લગ્ન પણ ચોમાસાના મહિનામાં પડી રહ્યા છે, તો તમે તેને યાદગાર બનાવવા માટે ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. ભારતમાં એવી ઘણી શાનદાર જગ્યાઓ છે જે લગ્ન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો તેમના પર એક નજર કરીએ.
1 ગોવા
આનંદથી ભરપૂર ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ગોવા સૌથી લોકપ્રિય સ્થળ છે. અહીં તમને ઘણા સુંદર અને અદ્ભુત લગ્ન સ્થળો મળશે જ્યાં તમે તમારી ક્ષણને હંમેશા માટે યાદગાર બનાવી શકો છો. ચોમાસા દરમિયાન અહીં પર્યટકોની વધારે ભીડ ન હોવાથી તમે તમારા લગ્નનું આયોજન ખૂબ જ ઓછા બજેટમાં કરી શકો છો. ગોવામાં આયોજન કરેલા તમારા લગ્ન વધુ રોમાંચક બની જશે.
2 કોવલમ
કેરળનું કોવલમ જેની સુંદરતામાં ચોમાસાની ઋતુમાં વધુ નિખરે છે. તેથી જો તમે ડેસ્ટિનેશન વેડિંગ વિશે વિચારી રહ્યાં છો, તો તમે આ સ્થાનને તમારા લિસ્ટમાં ટોચ પર રાખી શકો છો. ઝરમર વરસાદ અને દરિયાના મોજા લગ્નની સાથે ફોટોગ્રાફીને પણ અદ્ભુત બનાવશે
૩ ખજુરાહો
મધ્યપ્રદેશના બુંદેલખંડમાં આવેલું ખજુરાહો એક ધાર્મિક તેમજ રોમેન્ટિક સ્થળ છે. ખજુરાહોમાં બનેલા ખાસ મંદિરોને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. બાકીની સિઝનમાં આ સ્થળ ફરવા માટે યોગ્ય છે પરંતુ ચોમાસા દરમિયાન અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની જાય છે. તો તમે ખજુરાહોમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. લગ્નમાં હાજરી આપવા આવનાર મહેમાનો લગ્નની સાથે સાથે ફરવા જવાનો આનંદ પણ માણી શકશે.
04 હૈદરાબાદ
“નવાબના શહેર” તરીકે પ્રખ્યાત હૈદરાબાદ ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન છે. ચોમાસામાં પણ આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે. હૈદરાબાદ તેના અદ્ભુત સ્થાપત્ય અને અદ્ભુત સ્વાદને કારણે પણ એક ઉત્તમ સ્થળ છે. તો તમે ચોમાસામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આ જગ્યા પસંદ કરી શકો છો.
05. ઉદયપુર
જો તમે શાહી રીતે ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ માટે ઉદયપુર બેસ્ટ છે. ભવ્ય મહેલો અને તળાવોથી સુશોભિત આ શહેર માત્ર ખૂબ જ સુંદર નથી પણ રોમેન્ટિક પણ છે. ઉદયપુર ચારે બાજુથી તળાવોથી ઘેરાયેલું છે, જેના કારણે અહીંની સુંદરતા ચોમાસામાં બમણી થઈ જાય છે.
06 અંદમાન નિકોબાર
અંદમાન નિકોબાર તેના પ્રાકૃતિક નજારાઓ અને ભવ્ય દરિયાકિનારા માટે પ્રખ્યાત છે, તે પર્યટન સ્થળ તેમજ લગ્ન સ્થળ તરીકે પણ ખૂબ જ લોકપ્રિય છે. ભારતનો આ કેન્દ્રશાસિત પ્રદેશ રજાઓ ગાળવા માટે સ્વર્ગથી ઓછો નથી. દરિયા કિનારે ઘણી હોટલ અને રિસોર્ટ ઉપલબ્ધ છે, જ્યાં તમે લગ્ન સમારોહનું આયોજન કરી શકો છો.