રાજ્યની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, જુઓ ક્યારે શરૂ થશે શિક્ષણ કાર્ય
આ વર્ષે ઉનાળુ વેકેશન 35 દિવસનો રહેશે. 237 દિવસ શૈક્ષણિક કાર્ય બાદ ધોરણ 9 થી 12 ની પરીક્ષા પછી 35 દિવસનો મોટું વેકેશન રહેશે. તારીખ 5 મેથી તારીખ 8 જુન સુધી 35 દિવસનો સમયગાળો વેકેશનનો રહેશે. જ્યારે શિક્ષણ એક વર્ષ 2025 26 નો પ્રથમ સત્ર તારીખ 9 જૂનથી શરૂ થઈ જશે. વર્ષ 2024 અને 2025માં શાળામાં શૈક્ષણિક સત્ર ફુલ ૨૩૭ દિવસનું રહ્યું હતું જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન જ્યારે 18 જાહેર અને છ સ્થાનિક રજા મળી છે.
આવતીકાલથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારબાદ ધોરણ 9 થી 11 ની પરીક્ષા લેવામાં આવશે. આ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડરમાં અપાયેલી વેકેશનની તારીખમાં તારીખ 5 મેથી 35 દિવસનું સમર વેકેશન અને ત્યારબાદ 9 જૂનથી નવું સત્ર શરૂ થઈ જશે.
બોર્ડની પરીક્ષાઓ સાથે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતા એપ્રિલ મહિના સુધી સમગ્ર ગુજરાતમાં પરીક્ષાનો માહોલ અને ત્યારબાદ વેકેશનમાં રજાની મજા માણશે વિધાર્થીઓ. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા અને ત્યારબાદ ગુજકેટ તેમજ જેઇઈ મેઈન નો બીજો રાઉન્ડ અને એડવાન્સ તેમજ નીટની પરીક્ષાની તૈયારીઓ ચાલશે. ધોરણ નવ અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા તારીખ 7 એપ્રિલ થી શરૂ થઈ 19 એપ્રિલ સુધી ચાલશે.