રજામાં રાજકોટની 3 સ્કૂલો ચાલુ : યુનીફોર્મનાં બદલે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવ્યાં, ABVPનાં કાર્યકરોએ સ્કૂલો કરાવી બંધ
રાજકોટમાં રવિવારે રજાના દિવસે વિદ્યાર્થીઓને ભણવા માટે ત્રણ સ્કૂલે બોલાવ્યા હતા.આ વાતની જાણ થતાં ભારતીય વિદ્યાર્થી પરિષદનાં વિદ્યાર્થી નેતાઓએ આ સ્કૂલે પહોંચીને શિક્ષણકાર્ય બંધ કરાવ્યું હતું.

શહેરમાં આવેલી વિદ્યાનીકેતન,તપસ્વી અને પરિમલ સ્કૂલે રવિવારની રજામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ વગર ફ્રી ડ્રેસમાં બોલાવ્યા હતા જેથી કોઈને સ્કૂલ ચાલુ છે તેવી જાણ ન થાય. જોકે આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી ભાર્ગવ ચૌહાણ અને તેના સભ્યોને જાણ થતા તેઓ આ શાળાઓએ પહોંચ્યા હતા અને શિક્ષણકાર્ય બંધ રખાવ્યું હતું.

મંત્રી ભાર્ગવ ચૌહાણ એ જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી કે રજાના દિવસે ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે, રજાના દિવસે વિદ્યાર્થીઓને આરામ મળે. જ્યારે અમુક શાળાઓ રજાના દિવસે પણ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો આક્ષેપ કાર્યકર્તાઓએ કર્યો હતો.
આ પણ વાંચો : બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના 7 વર્ષના લગ્ન જીવનનો અંત : પતિ પારુપલ્લી કશ્યપ સાથે થયા ડિવોર્સ
