રાજકોટના 12 ASI સહિત રાજ્યના 261 ASIની PSI તરીકે બઢતી સાથે બદલી, જુઓ લિસ્ટ
રાજ્યના પોલીસ વિભાગમાં બઢતી અને બદલીનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતના ASIને PSIનું પ્રમોશન મળ્યું છે. એટલે કે 261 ASIને PSIનું પ્રમોશન અપવમાં આવ્યું છે. રાજ્યના 261 ASIની PSI તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવતા ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે જો વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટ શહેરના 12 ASIની PSI તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
રાજ્યના 261 જેટલા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ને પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)ના પ્રમોશન મળ્યાં છે. આ ઉપરાંત એએસઆઈને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) (વર્ગ-૩) સંવર્ગની ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લેવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે પીટીશનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

261 ASIને પ્રમોશન આપી PSI બનાવવામાં આવ્યા
રાજ્યના 261 ASI – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેકટર(બિન હથિયારી)ના ભરતી નિયમો નિયત કરવામાં આવ્યા હતા જેમાં કરાયેલી જોગવાઈ મુજબ બિન હથિયારી PSI સંવર્ગમાં બઢતીના નિયત થયેલ રેશિયો મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-૩(વર્ગ-૩)ના ફાળે 35% જગ્યાઓ માટે 261 ASIને પ્રમોશન આપી PSI બનાવવામાં આવ્યા છે.

આ માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને ખાતાકીય બઢતી પરીક્ષાના પરીણામ આવ્યા બાદ આ અધિકારીઓને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. પ્રમોશનના દોરમાં રાજકોટ શહેરના 12 ASIની PSI તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં આનંદનો મહોલ છવાયો છે.



