રાજકોટમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને લીવરસર્જનની કોન્ફરન્સ યોજાઇ, 200થી વધુ તબીબોની હાજરીઃ નવા રિસર્ચ અને ટેકનોલોજી પર માર્ગદર્શન, ડો. પ્રફુલ કામાણી, ડો. સ્વપિનલ શર્મા, ડો. પાર્થ વાઘડિયાની હાજરી
સૌરાષ્ટ્રમાં દર વર્ષે અઢીસો જેટલા અને દેશભરમાં ૪૦૦૦ જેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે જ્યારે દેશમાં પ્રતિ વર્ષ ૧૦,૦૦૦ દર્દીઓને લીવરની જરૂર છે, જેના માટે હજુ ઓર્ગન ડોનેશન જાગૃતિ વધુને વધુ લાવવાની આવશ્યકતા હોવાનું રાજકોટ ખાતે યોજાયેલી લીવર સર્જનની કોન્ફરન્સમાં ડોક્ટરોએ આ વિષય પર ચર્ચા કરી હતી.
રાજકોટની હોટલ સયાજી ખાતે યોજાયેલી લીવરસર્જન તબીબોની કોન્ફરન્સમાં રાજકોટના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી, મુંબઈથી વોકાર્ડ હોસ્પિટલનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર સ્વપિનલ શર્મા, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પાર્થ વાઘડિયા સહિત અનેક નામાંકિત અને અનુભવી ૨૦૦ જેટલા તબીબોએ લીવર
ટ્રાન્સ પ્લાન્ટ કરાવવું કે નહીં? કઈ રીતે ફાયદો થાય છે? નવી ટેકનોલોજી અને અત્યારે મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરે વિષય પર ગાઈડન્સ આપ્યું હતું. આ કોન્ફરન્સમાં તબીબોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અટયરે સર્જન વિદેશમાંથી અદ્યતન અને નવી ટેકનોલોજી શીખીને આવે છે જેના કારણે આપણા દેશમાં નવી સુવિધાઓ મળતી થઈ રહી છે. જો કે દર વર્ષે આપણા દેશમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓને લીવરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેમાંથી ૪૦૦૦ જેટલા લોકોને સરળતાથી લીવર મળી જતું હોય છે. બાકીના ૬૦૦૦ દર્દીઓની લીવર મળતું નથી તેના કારણે અનેક લોકોને બચાવી શકાતા નથી,એક બ્રેઇન ડેડ વ્યક્તિ લીવરનાં ડોનેશનથી બે વ્યક્તિને નવજીવન આપી શકાય છે. હજુ ઓર્ગન ડોનેશન જેટલું વધારે થશે એટલું લોકોને નવું જીવન આપી શકાશે તેમ તબીબોએ જણાવ્યું હતું.
