રાજ્યના 241 PSIને PIના પ્રમોશન તો મળ્યા પણ હાલત જૈસે થે, પોસ્ટિંગની જોવાતી રાહ
રાજ્યના ગૃહવિભાગ દ્વારા 2016ની બેચના 241 PSIને પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ના પ્રમોશન તો આપી દેવાયા પરંતુ 100 દિવસ (સાડા ત્રણ માસ) જેવો સમય થવા આવ્યે પણ હજુ બદલીનું નવું સ્થાન PIની ખુરશીઓ નહીં મળતા અત્યારે તો ભલે PI બની ગયા પણ હાલ જૈસે થે જે મુજબ જ્યાં PSI હતા ત્યાં જ પ્રમોશન સાથે PI હોવાના આનંદ લઈ ચાતક નજરે પોસ્ટીંગની રાહમાં હશે. બઢતી બાદ લાંબો સમય વિતવા છતાં કોકડું ક્યાં ગૂંચવાયું તે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યની 2016ની બેચમાં 500 જેટલા PSIની ભરતી થઈ હતી તે પૈકીના તાજેતરમાં સાડા ત્રણ માસના સમયગાળામાં 159 ત્યારબાદ 42 અને 49 મળી 241 PSIને PIની બઢતી અપાઈ છે. સામાન્ય રીતે બઢતી સાથે બદલીઓ પણ હોય છે. જ્યારે 241 PSI કે જેઓ PI બન્યા તેઓને હાલ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ PI તરીકે પ્રમોશન આપી દેવાયા.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં પાણી,વીજળીનાં પ્રશ્ને સાંસદ રૂપાલા કરશે મિટિંગ : પેસેન્જરોને પડતી પરેશાની દૂર કરવા આપી ખાતરી
2013ની બેચના PSI PI બન્યાને પાંચેક દિવસ બાદ તેઓની PIની જગ્યાઓ પર બદલીઓ થઈ ગઈ એ રીતે આપણી પણ થશેની 241 PIને આશ હતી પણ હજુ સુધી બદલીનો ઈસ્યુ લટકતો જ રહ્યો છે. જે તે જગ્યાએ અત્યારે જે કોઈ PSI PI બનીને બેઠા છે કે ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન બ્રાંચમાં ઓલરેડી એક PI તો મહેકમ મુજબ છે જ. જુજ જ એવા છે કે તેઓ જ્યાં જ્યાં છે તે PIની અન્યત્ર આંતરિક કે બીજી જગ્યાએ બદલી થઈ અને તે PIનો ચાર્જ મળ્યો છે. બાકી બીજા તો સાડા ત્રણ માસ જેવો સમય થવા આવ્યે પણ વેઈટિંગ ફોર પોસ્ટીં ગમાં જ્યાં છે ત્યાં મેં તો સાબ બન ગયા માનીને જૂની જગ્યાએ જ ફરજ બજાવી રહ્યા છે. હજુ તો આ જ 2016ની બેચના 270 જેટલા તો PIના પ્રમોશનની રાહમાં છે.
રાજ્યના ગૃહવિભાગ દ્વારા રૂરલના PSIના મહત્તમ પોલસ મથકો PIના પોસ્ટીં ગના કરી નાખ્યા છે. બદલીઓમાં મોટાભાગે તો રૂરલમાં વધુ ચાન્સ લાગશે તેવું જાણકારોનું કહેવું છે. છેલ્લે તો બધું જે થશે તે ગાંધીનગરથી થશે ત્યાં સુધી તો ઇંતજાર સિવાય અધિકારીઓ પાસે નો ઓપ્શન જેવું જ છે.

DGPને એકસ્ટેન્શન મળશે કે ચાલુ માસે જ બધું ક્લિયર થશે?
રાજ્યના પોલીસવડા આ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યા છે. પોલીસ બેડા સાથે સંકળાયેલા કે પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મીથી લઈ અધિકારીઓ સુધીનાઓમાં વર્તમાન DGPને એકસ્ટેન્શન મળશે કે નવા DGP આવશે? તેવી વાતો ગાંધીનગરથી લઈ રૂરલ એરિયા (ગ્રામ્ય પોલીસ વિસ્તાર) સુધી ચાલે છે. વર્તમાન DGP રાજ્ય સરકારની સહમતી સાથે વર્તમાન અટકેલા પ્રમોશન કે પ્રમોશન મળ્યા બાદ બદલીઓની રાહમાં છે તે તમામ પ્રશ્નોનો આ મહિનામાં જ અંત લાવી દેશે. ચાલુ માસે બધુ ક્લિયર થઈ જશે ? તેવો સંબંધિતોને ઇંતજાર હશે. એક એવી પણ મૂંઝવણ હશે કે જો આ મહિને નહીં થાય અને સાહેબને
એકસ્ટેન્શન નહીં મળે તો, જે કોઈ નવા સાહેબ (DGP) આવશે તેઓના હાથમાં બધું જશે તે ક્યારે કે કેવી સ્પીડ થશે તેની રાહ જોવી પડશે. મનોમન તો એવું કહેતા હશે કે આ મહિનાના અંત સુધીમાં પોલીસ કર્મી જાટે ઓના જે કટાફ્ટ થઈ શકે કે હાથ લિક ઉપર હોય એવા પ્રશ્નો તેમજ બઢતી, બદલીનું કોકડું ઉકેલાય જાય તો સાહેબ કર્મીઓ માટે કાયમી માટે યાદગાર બની જશે. ઉપરોક્ત તમામ બાબતો પર કોઈ કૌંસ નિર્ણય ન આવે ત્યાં સુધી તો પોલીસ ગલિયારામાં ચર્ચાતી વાતો કે ચર્ચા જ માનવી રહી.
આ પણ વાંચો : હવે તમે 20°Cથી નીચે AC નહીં ચલાવી શકો! ટૂંક સમયમાં સરકાર લાવી રહી છે નવા નિયમ
PI ટુ Dy.SPના પ્રમોશનની ફાઇલની પણ ભારે રાહ
રાજ્ય સરકાર દ્વારા 2001ની બેચના PIને DYSPના પ્રમોશન અપાયા હતા. જે પૈકી પાંચ, સાતના પ્રમોશન કોઈ ખાતાકીય કાર્યવાહીના કારણે અટકવા હતા. હવે ૨૦૦૪ની બેચના PI, DYSPના પ્રમોશનની સહમાં છે. એવી વાત છે કે છેલ્લા દોઢેક વર્ષ કે આવા સમયથી પ્રમોશનની કાઈલ ગાંધીનગરમાં છે. ગમે ત્યારે હવે પ્રમોશન આવશે તેવી PI રાહ લાંબા સમયથી જોઈ રહ્યા હશે. જો અંદાજિત આવા 90 જેટલા PIને પ્રમોશન મળે તો તેમની ખાલી પડનારી જગ્યા પર પોસ્ટીંગની રાહમાં રહેલા નવા બનેલા PIનો ગજ વાગી શકે, આવી જ રીતે હાલ જે 17 DYSP તો પ્રમોશનની એક કલાક બાદ નિવૃત્ત પણ થઈ ગયા. એસપી બનેલા આ નવા 15 DYSP પણ હાલ 241 PIની માફક જે સ્થાને છે ત્યાં જ છે. તેમને બઢતી સાથે નવું સ્થાન મળે અને અંદાજે 50 જેટલા DYSPની અન્ય જગ્યાઓ ભરાય તો પ્રમોશન બાદ અટકેલો માર્ગ થોડો ઘણો આગળ વધે કે મોકળો થઈ શકે તેવું જાણકારોનું માનવું છે. ગાંધીનગરથી ફેરબદલ ક્યારે થાય તેના પર મીટ મંડાયેલી હશે