થાઇલેન્ડમાં રાજકોટ સહિત ગુજરાતનાં 2000 ટુરિસ્ટ સલામત : અમદાવાદનાં બે પ્રવાસીનો આબાદ બચાવ
રાજકોટ સહિત ગુજરાતમાંથી થાઈલેન્ડ ફરવા ગયેલા 2000 જેટલા ટુરિસ્ટો સલામત છે. થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપને પગલે ફરવા ગયેલાં પ્રવાસીઓના પરિવાર અને ટ્રાવેલ એજન્ટોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સમાચાર મળતાની સાથે જ રાજયના ટ્રાવેલ એસોસીએશન એલર્ટ થઈ ટુરિસ્ટોનો સંપર્ક કરવાનાં પ્રયાસો કર્યા હતા.
આ દરમિયાન રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી 2000 ગુજરાતીઓ થાઈલેન્ડ-બેંગકોકનાં પ્રવાસે ગયા છે. રાજકોટ અને અમદાવાદના ટ્રાવેલ એજન્ટો સતત તેમના સંપર્કમાં હોવાનું ફેવરિટ ટુર્સનાં દિલીપ મસરાણીએ જણાવ્યું હતું. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન સહિતનાં ટ્રાવેલ ગ્રુપ એક પ્લેટફોર્મ પર આવી થાઈલેન્ડ ટુરિઝમ સાથે સાથે સંપર્કમાં રહીને તમામ પ્રવાસીઓની માહિતી મેળવી હતી.
દિલીપભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે ભૂકંપના સમાચાર મળ્યા ત્યારે તમામ ટ્રાવેલ એજન્ટો દ્વારા પોતાના પ્રવાસીઓની યાદી બનાવી એક સાથે ત્યાં ટુરિઝમ વિભાગને આપી દેવાય છે. અમદાવાદના બે ટુરિસ્ટ પરિવાર ભૂકંપ પર આવ્યો ત્યારે તેઓ બેગકોંકમાં હતા જેમનો આબાદ બચાવ થયો છે.હાલ તેમને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
। જ્યારે ભૂકંપના સમાચાર મળ્યા ત્યારે તમામ ટ્રાવેલ એજન્ટો દ્વારા પોતાના પ્રવાસીઓની યાદી બનાવી એક સાથે ત્યાં ટુરિઝમ વિભાગને આપી દેવાય છે. અમદાવાદના બે ટુરિસ્ટ પરિવાર ભૂકંપ પર આવ્યો ત્યારે તેઓ બેગકોંકમાં હતા જેમનો આબાદ બચાવ થયો છે.હાલ તેમને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
સમર વેકેશનમાં રાજકોટથી 6000 જેટલાં લોકોનું થાઈલેન્ડ માટે બુકિંગ, વર્ષમાં 90 કરોડ રૂપિયાનો બિઝનેસ
આગામી દિવસોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ સમર વેકેશન શરૂ થઈ જાય છે ત્યારે એપ્રિલ અને મે મહિનામાં રાજકોટમાંથી આ વખતે 6000 જેટલા પ્રવાસીઓએ થાઈલેન્ડ માટેનું બુકિંગ કરાવ્યું છે. જો કે હજુ સુધી ભૂકંપ બાદ કોઈ ઇન્કવાયરી આવી નથી. થાઈલેન્ડની પરિસ્થિતિ શું હશે તેના પર એરલાઇન્સ દ્વારા આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.ટ્રાવેલ એજન્ટોનાં મત અનુસાર વર્ષમાં સાતમ-આઠમ, ક્રિસમસ હોલીડે અને સમર વેકેશન દરમિયાન થાઈલેન્ડ-પટાયાનાં બુકીંગ વધુ હોય છે.વર્ષ દરમિયાન આ સેકટરમાં જ 90 કરોડની કમાણી ટ્રાવેલ એજન્ટો કરે છે.