ભરૂચમાં આપઘાતના 2 બનાવ : ગળેફાંસો ખાઈ વિદ્યાર્થી અને હેડ કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે આજે પણ ભરૂચ અને અંકલેશ્વરમાં 2 સ્થળે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવાના બનાવો નોંધાયા હતા.જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા અંકલેશ્વરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ 10મામાં બીજી વખત નાપાસ થતા ઘરમાં જ ગળે ફાંસો લગાવી મોતને વહાલું કર્યું હતું.

ભરૂચ એ ડિવીઝન પોલીસ મથકના દાંડિયા બજાર પોલીસ ચોકીમાં ફરજ નિભાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ બળીયાવદરાનાઓ ભરૂચના સોનેરી મહેલ ખાતે પોલીસ ક્વાર્ટર માં પરિવાર સાથે રહે છે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ની પત્ની 2 બાળકીઓને લઈ દવાખાને ગઈ હતી તે દરમિયાન જ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક બળીયાવદરાએ પોતાના ઘરના રસોડામાં જ પંખાના હુક સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. દવાખાનેથી પત્ની પરત ફરી ઘરનો દરવાજો ખોલીને જોતા રસોડામાં પોતાના પતિ અશોકની ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લાશ જોઈએ બુમા બુમ કરી મૂકી હતી અને પોલીસ કોન્સ્ટેબલના આઘાત ને લઈ પોલીસ બેડામાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી.
અંકલેશ્વર પંથકમાં પણ સગીર બાળક એટલે કે માત્ર 16 જ વર્ષના બાળકે ધોરણ 10 માં સતત બીજી વખત નાપાસ થતા લાગી આવતા તેણે પણ પોતાના જ ઘરમાં રસી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંક આવી લીધું હતું પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવી તપાસનો ધંમધમાટ માટે શરૂ કર્યો છે.ભરૂચ જિલ્લામાં આપઘાતના 2 બનાવથી અને સંખ્યાબંધ આપઘાતના બનાવો બની રહ્યા હોવાની ઘટનાને લઇ જનજાગૃતિ પણ જરૂરી બની ગયું છે.