Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને મળ્યું ભારતીય નાગરિકત્વ : લાભાર્થી કહ્યું, ગર્વ સાથે કહી શકીશ કે…

Fri, July 25 2025

“ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો”.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા 185 જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા… અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં મૂળ પાકિસ્તાનના 185 લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-2019 હેઠળ ‘ભારતીય નાગરિકતા એનાયત’ કરવામાં આવી હતી.


ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશ મુજબ, રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીએ જ્યારે કહ્યું કે, “હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો..” ત્યારે ઉપસ્થિત લોકોએ “ભારત માતા કી જય”ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા.


મૂળ ભારતના 185 લોકોને નવું જીવન આપ્યું

મંત્રીએ રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે, આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના 185 લોકોને નવું જીવન આપ્યું છે.

આ પણ વાંચો : સાયબર ફ્રોડ કરનારાઓની ખેર નહિ! રાજકોટ રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય

પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.

એક ડોક્ટર દીકરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા-પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું. આવા દેશમાંથી આવેલા આ મૂળ ભારતના લોકો “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે, એમ તેમણે ગૌરવભેર કહ્યું હતું.



ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે

ભારત દેશની મહાનતાનું ગૌરવગાન કરતા મંત્રીએ કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે, જ્યાં માનવ માત્રનું સન્માન કરવામાં આવે છે. આજે દેશ-દુનિયામાં માનવ અધિકારોની ચર્ચા થાય છે ત્યારે માનવ અધિકારનું પાલન કેવું હોય તે જોવું હોય તો દુનિયાના લોકોએ ભારત અને ગુજરાતમાં આવવું જોઈએ. આ સાથે તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શા માટે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ સાથે અત્યાચારો અને ક્રુરતાભર્યા વ્યવહારો થાય છે?


અમે બધા તમારો પરિવાર છીએ

મંત્રીએ લાભાર્થીઓને હૂંફ આપતા કહ્યું હતું કે, તમારે પાકિસ્તાનમાં સ્વજનો કે સગા સંબંધીઓને છોડીને આવવું પડ્યું હશે પણ અમે બધા તમારી સાથે છીએ અમે બધા તમારો પરિવાર છીએ. તમારા બાળકોને ભવિષ્યમાં ભારતમાં આગળ વધવાની તમામ સમાન તકો પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમમાં રાજકોટના મેયર મતી નયનાબહેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મતી પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્ય સર્વે  ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ,  દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી સર્વે  મહેશભાઈ જીવાણી,  માધવ દવે,  ભરતભાઈ બોઘરા,  અલ્પેશ ઢોલરીયા, શહેર પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝા, ડી.સી.પી.ઝોન-૧  સજનસિંહ પરમાર, ડેપ્યુટી મેયર  નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  જૈમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક  મનીષ રાડીયા, નિવાસી અધિક કલેક્ટર  એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારી  ચાંદની પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

સ્માર્ટ મીટર લગાવો તો જ વીજલાઇન ઉપરથી ઝાડની ડાળી હટશે ! રાજકોટની કૈલાસ સોસાયટીના રહેવાસીઓને કડવો અનુભવ

Next

રાજકોટ રૂરલ પોલીસ ગોંડલ-રીબડા પ્રકરણમાંથી જ નવરી પડતી નથી! અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ થતા પોલીસને પડકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
5 કલાક પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
5 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
5 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

એલોન મસ્કે XChat એપ કરી લોન્ચ : શું WhatsAppને આપશે ટક્કર? ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો
ટેક ન્યૂઝ
2 મહિના પહેલા
‘સિતારે જમીન પર’માં જોવા મળશે આમિર ખાનનો અલગ અંદાજ : એક્ટરે ખોલ્યા ફિલ્મના રાઝ
Entertainment
3 મહિના પહેલા
સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ, પ્રજાના ૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો : અમિત ચાવડા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન વિષે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર