અમદાવાદમાં 18 PI-૨૦ PSIની આંતરિક બદલી : : રાજકોટ ફરજ બજાવી ગયેલા ભુંકણને સોલા, એમ.બી.નકુમની સાયબર ક્રાઈમમાં બદલી
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ મથક તેમજ બ્રાન્ચમાં ફરજ બજાવતાં ૧૮ પીઆઈ તેમજ ૨૦ પીએસઆઈની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જે ૧૮ પીઆઈની બદલી કરવામાં આવી છે તેમાં વટવા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ તરીકે અનેક ગુન્હાના ભેદ ઉકેલી નાખનાર એન.ડી.નકુમને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)માં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા કે.એન.ભુંકણની સાયબર ક્રાઈમમાંથી સોલા પોલીસ મથકમાં બદલી કરાઈ છે. જ્યારે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક બ્રાન્ચ સહિતમાં ફરજ બજાવી ચૂકેલા એમ.બી.નકુમને એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. આ બદલીમાં એસઓજીના ચાર તેમજ ક્રાઈમ બ્રાન્ચના એક પીઆઈની બદલી કરાઈ છે જેની સામે ક્રાઈમ બ્રાન્ચમાં બે અને એસઓજીમાં ચાર નવા પીઆઈ મુકવામાં આવ્યા છે.
આ જ રીતે ૨૦ પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા અને અમદાવાદમાં કારંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા કે.ડી.પટેલને એલસીબી ઝોન-૨માં બદલી કરવામાં આવી છે.