રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં બાળકો સાથે જાતીય શોષણના ૧૭ બનાવો
કળિયુગ ચરમસીમા પર હોય તેમ બાળકીઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજકોટમાં ઘોર કળિયુગની માફક હચમચાવી નાખતી વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટના લક્ષ્મીનગરની બાળકીનું અપહરણ કરી તેના પિતાના મિત્રએ હત્યા કરી નાખ્યાની ઘટના થી શહેરમાં ભારે ચકચાર જાગી છે. કુમળી ઉંમરનાં બાળકો ઉપર જાતીય અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યાં છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે જેનાં જાતીય અંગોપાંગનો હજી તો વિકાસ પણ ન થયો હોય તેવા બાળક સાથે જાતીય શોષણકરવું એ પણ જાતીય વિકૃત્તિનો જ એક પ્રકાર છે. બાળકો સાથે સેક્સ પણ એક જાતની માનસિક વિકૃત્તિ જ છે. અંગ્રેજીમાં આ પ્રકારની જાતીય વિકૃત્તિ ધરાવતાં નરધમોને પેડોફિલ કહેવામાં આવે છે.
રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં છેડતી-અડપલા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે,બાળકો સાથે જાતીય શોષણનાબનવોમાં વધારો થયો છે,જે એક ચિંતાનો વિષય છે. છેલ્લા એક વર્ષમાં બનેલા બનાવોમાં તા 10/1/23ના બનેલા બનાવમાં રસુલપરામાં અમિત શ્રીકાંત ગૌડે નામના શખ્સે પોતાની સાવકી પુત્રીની હત્યા કરી, તા 20/2/23 ના રોજ રાજકોટના આંદનગરમાં 86 વર્ષના વૃધ્ધ વેલજી પીઠવાએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું,તા ૨૩ માર્ચે૧૨ વર્ષીય બાળકી સાથે અડપલા કરનાર ઢગા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ જેમાં સગીરાને ઉઠાવી જઈ બે દિવસ ગોંધી રાખી અડપલા કરનાર ધરારપ્રેમીથી સહીત બેની ધરપકડ કરી હતી.તા ૨૪ માર્ચ ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર સામે ગાંધીગ્રામ પોલીસમાંફરિયાદ નોંધાઈ હતી જયારે તા.૨ એપ્રિલે સગીરાનો પીછો કરી પજવણી કરતા ધરારપ્રેમીથી કંટાળી ધોરણ ૭ની છાત્રાએ ફીનાઈલ પીધાની ઘટના બની હતી, જયારે તા ૬ એપ્રિલે માલવિયાનગરમાં નોંધાયેલી ફરિયાદમાં એક શખ્સ સગીરાનો પીછો કરી તેને ગીફ્ટ આપી છેડતી કર્યાનો બનાવ બન્યો હતો.
તેમજ ૭ એપ્રિલે પ્રનગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી જેમાં ધોરણ ૯ની વિધાર્થીની છેડતી કર્યાનો બનાવ બન્યો હતો.ઉપરાંત તા ૮ એપ્રિલે૪ વર્ષની બાળા સાથે અડપલા કરનાર શખસ સામે મળવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તા ૯ એપિલે સ્કુલે જતી બે બહેનોની છેડતી કરતા બે શખ્સો સામેબી ડીવીઝનમાં ગુનો નોંધાયો હતો, તા ૧૩ એપ્રિલે માલવિયાનગર પોલીસમાં કલાસીસ મુકવા જવાનું કહી વિધાર્થીની સાથે અડપલા કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત. ૧૧ એપ્રિલે એ ડીવીઝન પોલીસમાં ૫ વર્ષની બાળકી સાથે સગીરે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. તા 4 મે ના રોજ મહાનગરપાલિકા ચોકમાં આવેલી એક હોટલમાં માતા સાથે ગયેલી સગીરાની માતાના બોયફ્રેન્ડ દ્વારા છેડતી કર્યાની એ-ડીવીઝનમાં ફરીયાદ નોંધાઈ છે.
તા 5 મેના રોજ આજીડેમ પોલીસ મથકમાં ૧૪ વર્ષની સગીરાને ઘરકામમાં મદદ કરવાના બહાને બોલાવી પાડોશી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરીયાદ નોંધાઈ હતી. ગત 27 જૂનના રોજ રાજકોટના આજીડેમ વિસ્તારમાં યુવરાજનગરની 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજરાતી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ગત તા 6/9/23 ના રોજ ગોંડલ રોડ ઉપર 10 વર્ષની બાળકી સાથે ભાજપ અગ્રણીના પુત્ર ભાવેશ ઉર્ફે પિન્ટુ વિજય કારીયાએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. તા 10/9/23 ના રોજ લોકમેળામાં બૃગભાન અહેવાર નામના શખ્સે 2 વર્ષીય બાળા સાથે અડપલાં કર્યા હતા.
ગુજરાતમાં બાળકો સાથે જાતીય શોષણના વધી રહેલા બનાવોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઓકટોબર 2023માં ગુજરાતમાં બાળકો સાથે જાતીય શોષણના 53.19 % હોવાનું જાણવા મળ્યું હતું.
