રાજ્યમાં છેતરપિંડીની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ગઠિયાઓ કોઈને કોઈ રીતે લોકો છેતરતા હોય છે ત્યારે જામનગરમાં પણ છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ટુર ઓપરેટર દ્વારકા અમદાવાદથી ગોવા ટુર પેકેજના નામે એરલાઈન્સના ભાડા પેટે રૂા.17.48 લાખની છેતરપિંડી આચરી હતી. ત્યારે આ મામલે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવતા આ અંગે અમદાવાદના ટુર ઓપરેટર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના વેપારી મુકેશભાઈ તારાચંદ શાહની આરાધ્ય સેલ્સ એજનસીના કાયમી કસ્ટમરોને અમદાવાદથી ગોવા જવાની ટુરનું પેકેજ આપી ડ્રીમ હોલીડેના પ્રોપરાઇટર અને આરોપી આનંદ સોનીની કંપનીમાં ટુર પેકેજ બુક કરાવ્યું હતું. જેમાં ફરિયાદીએ મુકેશભાઇએ એરલાઈન્સના ભાડા પેટે રૂા.17,48,120 રૂપિયા આરોપીને ચૂકવ્યા હતાં. પરંતુ, આરોપી આનંદ સોનીએ ટુર કેન્સલ કરીને ફરિયાદીના રૂપિયા રૂા.17,48,120 પરત આપ્યા ન હતાં અને એરલાઈન્સ ની ટીકીટના પીએનઆરની વિગતો પણ આપી ન હતી.
આમ, ફરિયાદી સાથે છેતરપિંડી આચરતા મુકેશભાઈ શાહ દ્વારા અમદાવાદના આનંદભાઈ સોની વિરૂધ્ધ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી સી પોલીસ દ્વારા આ અંગે આનંદ સોની વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એન.પી. જોશી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.. .