Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝ

146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ

Mon, June 29 2026

ચોમાસાની રાહ જોતા દેશવાસીઓ માટે ખરાબ સમાચાર છે. સુપર અલ-નીનોની અસરથી આ વર્ષે જૂન મહિનો છેલ્લા 146 વર્ષમાં સૌથી સુકો રહ્યો છે. કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી માર્યા બાદ ચોમાસું 15 જૂનથી અટકી પડ્યું અને દેશભરમાં વરસાદે હડતાળ પાડી દીધી. સમગ્ર દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાત તો 79% ઘટ સાથે બીજા નંબરે સૌથી વધુ સુકાયું છે.

દેશભરમાં વરસાદની ભારે ઘટ 

જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં અનેક રાજ્યોમાં વરસાદના નામે મીંડું છે. દેશના 146 વર્ષના ઈતિહાસમાં આ જૂન સૌથી સુકો રહ્યો. કેરળમાં 4 જૂને ચોમાસું બેસી ગયા બાદ દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરમાં ફેલાયું, પણ 15 જૂન પછી ચોમાસાની ગાડી પાટે ચડી જ નથી. પરિણામે જૂનમાં પૂર્વોતર અને પૂર્વ ભારતમાં 44%, દક્ષિણ ભારતમાં 30% અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27% ઓછો વરસાદ થયો છે.

કયા રાજ્યમાં કેટલી ઘટ? 

રાજ્યવાર આંકડા ચોંકાવનારા છે. મેઘાલયમાં સૌથી વધુ 82% વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાત 79% ઘટ સાથે બીજા ક્રમે છે. મણિપુરમાં 71%, છત્તીસગઢમાં 68%, ઝારખંડમાં 66%, મહારાષ્ટ્રમાં 59%, ઉત્તરપ્રદેશમાં 56%, ઓડિશામાં 52% અને બિહારમાં 50% ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ મુજબ 27 જૂન સુધીમાં ચોમાસાએ માત્ર 55% વિસ્તાર જ આવરી લીધો છે.

આ પણ વાંચો: અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ

સુપર અલ-નીનો જવાબદાર, 25 વર્ષમાં 14 વખત વિલંબ 

આ વખતે ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનોને જવાબદાર ગણવામાં આવે છે. મુંબઈમાં ચોમાસું 12 દિવસ મોડું પહોંચ્યું. છેલ્લા 25 વર્ષમાં છ વખત અલ-નીનોની અસર જોવા મળી, જેમાંથી પાંચ વખત દુષ્કાળ પડ્યો. છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું મોડું પહોંચ્યું છે. જોકે રાહતની વાત એ છે કે 2019માં અલ-નીનો છતાં 10% વધુ વરસાદ થયો હતો. આ વર્ષે નિષ્ણાતો કુલ ચોમાસામાં માત્ર 10% ઘટનો અંદાજ લગાવી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, 1 જુલાઈથી જામશે માહોલ 

સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં 40-50 કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડશે. 1થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદીઓએ જોવી પડશે રાહ 

અમદાવાદના લોકોએ વરસાદ માટે હજુ 3-4 દિવસ રાહ જોવી પડશે. આગામી બે દિવસ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે અને અસહ્ય ઉકળાટ રહેશે. જુલાઈના પહેલા સપ્તાહના અંતે કે બીજા સપ્તાહની શરૂઆતમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ગરમી અને ઉકળાટ વધશે.

Tags:

AmericaVsIranConflictResolutionCurrentEventsForeignPolicyGeopoliticalTensionsGlobalPoliticsInternationalRelationsIranNuclearDealMiddleEastConflictMilitaryStrategyNewsAnalysisPoliticalDebateWarAnalysisWarAndPeaceWorldNews

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી

Next

અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
1 કલાક પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
1 કલાક પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
2 કલાક પહેલા
અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3172 Posts

Related Posts

આંતરરાષ્ટ્રીય સરહદ પર પ્રથમ વખત પાકિસ્તાન દ્વારાગોળીબાર
ગુજરાત
1 વર્ષ પહેલા
પરિવારની કાર પ્રત્યે અતૂટ લાગણી !! ઢોલ નગારા સાથે શાસ્ત્રોક્ત વિધિ કરીને કારને આપી સમાધિ, વાંચો અમરેલીના ખેડૂતનો કિસ્સો
ગુજરાત
2 વર્ષ પહેલા
લેબેનોનનો વળતો પ્રહાર :ઇઝરાયલ ઉપર ૨૦ રોકેટ છોડ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુષ્પા 2ના બીજા ગીતમાં રશ્મિકા મંદાના ‘શ્રીવલ્લી’ તરીકે ધૂમ મચાવશે, રીલીઝ ડેટ જાહેર
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર