રાજકોટ શહેરના રાજનગર ચોકમાં આવેલી માં શારદા હોસ્પિટલમાં 11 માસની બાળકીની સારવાર કરવા આવેલા પરિવારને પોતાની વ્હાલી દીકરી સ્વસ્થ નહીં પરંતુ મૃત હાલતમાં પરત મળી હતી. દીકરીના પિતાએ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપો કરતાં કહ્યું હતું કે, ઓક્સીજન-વેન્ટિલેટર સહિતની સુવિધા ન હોવા છતાં 11 માસની બાળકીનું ઓપરેશન કરી નાંખ્યુ જે બાદ બાળકીની તબિયત લથડતા તેને બીજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ સારવાર પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના રવાણી ખીજડિયા ગામે રહેતા જનકસિહ જાડેજા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 11 માસની દીકરી મિતાંશીબાને તાવ આવતો હોય જેથી પરિવારના સ્ત્રી સભ્યો દ્વારા બાળકીને પ્રથમ હોસ્પિટલમાં અને ત્યાંથી ક્રિસ્ટલ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ કરી હતી જે બાદ તેઓને નાનામૌવા રોડ પર રાજનગર ચોક નજીક આવેલી માં શારદા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં તબીબે જીતેન્દ્ર ગાઘે બાળકીની સારવાર કરી રહ્યા હોય તેમના દ્વારા પરિવારને બાળકીને ગળામાં ગાંઠ થઈ હોય જેનું ઇન્ફેક્શન આજુબાજુ પણ ફેલાઈ જતાં તાવ આવતો હોય તેવું કહી ઓપરેશન માટે કહ્યું હતું. જનકસિહ WEDI ઓપ્રેશન માટે હા પાડતાં બુધવારે સાંજે વાગ્યે 6 આસપાસ બાળકીને ઓપરેશન રૂમમાં ખસેડવામાં આવી હતી.
મૃતક બાળકીના પિતા જનકસિહના આક્ષેપો મુજબ, 8 વાગ્યા આસપાસ નર્સ દ્વારા બાળકીને પરિવારને જાણ કર્યા વગર એમ્બ્યુલન્સ મારફતે નજીક આવેલી સૌરાષ્ટ્ર હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. દમરિયાન તેઓને આ અંગે જાણ થતાં એમ્બ્યુલન્સની પાછળ પાછળ ગયા હતા ત્યાં તબીબો દ્વારા તેમની દીકરીને હાથથી પંપીગ આપી ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું. જે બાદ કલાકોમાં ત્યાંના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી કહ્યું દીકરીને લોહીમાં રસી ભળી ગયા હતા. પરિવાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપો બાદ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે.