રાજકોટ એરપોર્ટ પર દર કલાકે 1 ફલાઇટ: વહેલી સવારની દિલ્હી માટે ફલાઇટ ટેકઓફ થશે, વાંચો વિન્ટર શેડ્યુલ
વિન્ટર શેડ્યુલ જાહેર,અમદાવાદ સાથે હવે વડોદરાની ફલાઇટ શરૂ થશે:મુંબઈની 5 અને દિલ્હીની 3 ફલાઇટ:ગોવા માટે ડેઇલી ઉડાન
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર થયું છે. જેમાં લાંબા સમયથી દિલ્હી માટેની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટેની માંગણી આખરે સ્વીકારવામાં આવી છે અને અમદાવાદ- સુરત બાદ હવે વડોદરા સાથે પણ એર કનેકશન મળશે.
નવા જાહેર થયેલા ટાઈમ ટેબલમાં દિલ્હીની ફ્લાઈટ સવારે 6:55 મિનિટે રાજકોટ થી ઉડાન કરશે, વહેલી સવારની આ ફ્લાઈટ એર ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવશે. જ્યારે મુંબઈ રાજકોટ માટેની ફ્લાઈટ સવારે 7.55 મિનિટએ ઉડાન ભરશે, આ ફ્લાઈટ બાદ અડધી કલાકના સમયાંતરે 8.35 મિનિટએ ઇન્ડિગોની મુંબઈ માટેની ફ્લાઈટ, આ ફ્લાઈટ પછી ત્રણ કલાકના અંતરે ઇન્ડિગોની મુંબઈ માટેની બીજી ફ્લાઈટ ઉડાન ભરશે.
જ્યારે ગોવા ની ફ્લાઈટ હવે નિયમિત ઉડાન કરશે, જેનો સમય બપોરે 12:40 મિનિટનો રહેશે, આ ઉપરાંત બેંગ્લોર ની ફ્લાઇટને પણ ડેઇલી કરવામાં આવી છે જે બપોરે 14.55 મિનિટે ટેકઓફ થશે. આ ઉપરાંત પુના માટેની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ હૈદરાબાદ માટેની ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ રહેશે. નવા સમય પત્રકમાં અમદાવાદ અને વડોદરા માટેની ફ્લાઈટ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ -રાજકોટ -વડોદરા રૂટ પર ફલાઈટ ઉડાન ભરશે, સ્ટાર એરલાઇન્સ દ્વારા શરૂ કરાશે.
રાજકોટ એરપોર્ટ પરથી અત્યાર સુધી 11 ફ્લાઈટ નિયમિત ઉડાન ભરતી હતી જ્યારે હવે 14 નિયમિત ફલાઈટ ઉડાન કરશે આ ઉપરાંત વેન્ચુરાની સુરત માટેની નોન શેડ્યુલ ફલાઇટ રાજકોટથી ઉડાન ભરે છે. દિવસ દરમિયાન મુંબઈની 5 ફલાઇટ,દિલ્હીની 3 ફલાઈટની સુવિધા રાજકોટવાસીઓને મળશે.