હમસફર ટ્રેનમાં વલસાડ પાસે આગથી અફડાતફડી
ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી હમસફર ટ્રેનનાં જનરેટરના ડબ્બામાં આજે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ આગ ક્યા કારણોસર લાગી te બહાર આવ્યું નથી પણ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ છવાઈ ગયો હતો અને તમામ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે વલસાડ સ્ટેશનથી થોડે દૂર આવેલ છીપવાડ જકાતનાકા પાસે લાગી આ આગ એક ટ્રેનના જનરેટરના ડબ્બામાં લાગી હતી, આ ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો,
આગની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચી હતા, આની સાથે બચાવ કામગીરી પણ શરૂ કરી હતી. રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોચી ગયા હતા અને ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. મહત્વનું છે કે ટ્રેનના ડબ્બામાં આગ લાગી પરંતુ કોઇ જાનહાનિ ન હતી થઇ, આગ કઇ રીતે લાગી તેનું કારણ અકબંધ છે.