સોમવારે ગાંધીનગરમાં મેયર સહિતના હોદેદારોની ચૂંટણી
ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર- ચેરમેન સહિતના હોદ્દેદારોની મુદત 20 એપ્રિલે પૂરી થઈ છે. નવા હોદ્દેદારોમાં મેયરનું પદ મહિલા માટે અનામત છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના પગલે નવા હોદ્દેદારોની પસંદગી થઈ શકી નથી. 10 જૂને ગાંધીનગર મનપાની સામાન્ય સભા બોલાવીને નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવશે.
મેયર- ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓની પસંદગી કરવામાં આવશે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા મેયર હિતેશ મકવાણા જણાવ્યું હતું કે 10 જૂને નવા મેયર માટે મનપા કચેરી ખાતે સામાન્ય સભા યોજાશે.ભાજપના 43 કોર્પોરેટરો સામાન્ય સભામાં હાજર રહેશે.
તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર ને નવા મહિલા મેયર મળવા જઈ રહ્યા છે.જે ગતિ થી આવનારા સમયમાં વિકાસ માટે પ્રયાસ કર્યા તેવા પ્રયાસ નવા મેયરની ટિમ પણ કરશે.મારા મેયર બન્યા પછી 18 ગામડાઓ મહાનગરપાલિકામાં મળ્યાએ અમારા માટે ખુબજ સારું રહ્યું.લોકાસભાના પરિણામ આવ્યા બાદ હવે ભાજપ મહાનગર પાલિકામાં પણ મનોમંથન કરીને નવા પગલાંઓ ભરશે.