Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સાયબર એટેક : ગુજરાતની 500થી વધુ કંપનીઓના બેન્ક એકાઉન્ટ હેક

Sat, September 23 2023

-અમદાવાદની 250 સહિત રાજ્યભરની કંપનીઓનાં ડેટા સાથે છેડછાડ
-નાઇજીરીયાના હેકરોએ ડમી સીમ કાર્ડથી કરોડોનું ફૂલેકું ફેરવ્યું
-૧૪ જેટલી સરકારી વેબસાઈટ ઉપર પણ વાયરસ ત્રાટક્યો

અમદાવાદ

ગુજરાતમાં હવે સાયબર એટેકનો ખતરો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગુજરાતમાં મોટા ભાગના વેબસાઇટ અને કંપનીઓના પૉર્ટલ પર નાઇઝિરયન હેકર્સની નજર છે, અને આ હેકર્સ ગુજરાત પર સાયબર હુમલો કરીને ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે. સુત્રો અનુસાર, અમદાવાદની 250 સહિત રાજ્યની 500 વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ નાઇઝિરયન હેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે, આ નાઇઝિરયન હેકર્સે તાજેતરમાં જ ખાનગી કસ્ટમર કેર પૉર્ટલ પર બિભત્સ લખાણ લખીને ડેટા સાથે છેડછાડ કરી છે, એટલુ જ નહીં 14 સરકારી વેબસાઇટ પર વાયરસ પણ ત્રાટક્યો હોવાની વાત પણ મળી છે.

અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ પાસે આ મામલો સામે આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે તપાસ કરીને નાઈજેરીયાથી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી દીધો છે. જેમાં સૌથી પહેલા વેપારીઓને માલવેર સાથેના મેઈલ મોકલી ફસાવાતા હતા. તેઓ જેમ ક્લિક કરે કે તરત જ આઈડી અને પર્સનલ કમ્પ્યુટર હેક કરવાની શરૂઆત થતી અને ધીમે ધીમે તમામ એક્સેસ એમની પાસે આવી જતું હતું.

નોંધનીય છે કે અમદાવાદનાં વેપારી સાથે સીમ સ્વેપિંગ કાંડ થયો હતો. તેના સીમકાર્ડને હેક કરીને ગઠિયાએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ કેસની તપાસ કરતા સામે આવ્યું છે કે આ ગેંગ નાઈજેરીયાથી કામ કરે છે. તથા ખોટા માલવેર મેઈલ મોકલીને તેઓ 500 કંપનીઓને ટાર્ગેટ કરી ચૂક્યા છે. દેશભરમાં આવા નાઈજેરિયન લોકોએ 700થી વધુ કંપનીઓને ટાર્ગેટ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા તો સાયબર સેલની ટીમે ગુજરાત રાજ્યમાં તાજેતરમાં સીમ સ્વેપિંગના જેટલા પણ ગુના હતા તેની લિસ્ટ બનાવી હતી.

સીમ સ્વેપિંગ કાંડનું વિદેશ સાથે કનેક્શન
અમદાવાદમાં અગાઉ એક વેપારીના એકાઉન્ટમાંથી 9 લાખ રૂપિયા ડમી સીમ કાર્ડ અને સીમ સ્વેપિંગ કરીને ગઠિયાઓએ પડાવ્યા હતા. જેમાં ટેલિકોમ કંપનીને ફોન ચોરાઈ ગયો હોવાની ખોટી માહિતી આપીને નાઈજેરીયન હેકર્સ ગુજરાતીઓના ડમી સીમકાર્ડ બનાવી લેતા હતા અને ત્યારપછી નેટ બેન્કિંગના OTP વડે દાવ કરી નાખતા હતા. જોતજોતામાં સાયબર ક્રાઈમની ટીમે વિવિધ કંપનીઓના મેઈલ ચેક કરી માલવેર ડિટેક્ટ કર્યું હતું. જે માલવેરમાં જાણ થઈ કે 700થી વધુ કંપનીઓના ડેટા આમાં સ્ટોર છે તથા હેકર્સ નેટ બેન્કિંગ પાસવર્ડ ચેન્જ કરીને જબરી ગેમ રમી નાખે છે.

100થી વધુ હેકર્સની ટીમ કાર્યરત
આ સમગ્ર કૌભાંડમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 100થી વધુ હેકર્સની ટીમ કાર્યરત હોવાની માહિતી મળી રહી છે. તેઓ ગેરકાયદેસર રીતે સોશિયલ મીડિયામાં લોકોના ડેટા વેચી રહ્યા હતા અને કરોડો રૂપિયા પડાવી લેતા હતા. જે લોકો ભોગ બન્યા છે તેમને સાયબર ક્રાઈમ દ્વારા સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ હેકર્સની ગેંગ 50 લાખથી વધુનું કૌભાંડ થઈ શકે એવા જ લોકોને ટાર્ગેટ કરતા હતા. નાઈજેરિયન હેકર્સ ગેંગમાં મોટાપાયે જ નાણાકીય વ્યવહારો થતા રહેતા હતા. જેવી રીતે બિઝનેસમેન 50 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન થાય ત્યારે રૂપિયા ખંચેરી લેતા હતા.

બિટકોઈનમાં કન્વર્ટ કરી રૂપિયા ટ્રાન્સફર કરાતા
નાઈજેરિયન ગેંગ ત્યારપછી જે રૂપિયા ખંચેરી લીધા હતા તેને બિટકોઈનમાં કન્વર્ટ કરી લેતા હતા. ત્યારપછી આ તમામ બિટકોઈનને નાઈજેરિયન કરન્સીમાં કન્વર્ટ કરીને રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન પછી રૂપિયા સીધા જ હેકર્સ પાસે પહોંચી જતા હતા. અત્યારે સાયબર સેલની ટીમે 500થી વધુ કંપનીઓ કે જે આમની રડારમાં આવી ચૂકી છે તેને સેફ સાઈડ કરવા માટે સૂચનો આપ્યા છે. વધુ કાર્યવાહી કરીને આખી ગેંગનો પર્દાફાશ કરાયો છે.

Share Article

Other Articles

Previous

મથુરા: રાધા જન્મોત્સવમાં 2 લાખ લોકો ઊમટી પડ્યા, ગૂંગળાઈ જતાં 2 ના મોત

Next

નાગપુરમાં ભારે વર્ષા, સડકો બની ગઈ નદી , સેના બચાવમાં ઊતરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
6 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
6 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
6 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
6 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

IPLનો બીજો રાઉન્ડ દુબઈમાં રમાડવા તૈયારી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઉપલેટામાં તસ્કરો રૂ. 3.08 લાખની મતા ચોરી હોન્ડા પણ હંકારી ગયા
રાજકોટ
3 વર્ષ પહેલા
જીએસટીની કેટલા કરોડની ટેક્સ ચોરી પકડાઈ ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
મારવાડી કોલેજના વિધાર્થીને સહપાઠીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર