વડાપ્રધાન મોદી સાથે ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો હાજર રહેશે
તા.10મીએ એક જ સેશન યોજાશેઃ તા.11મીએ
સેમિનાર અને ખજ્ઞઞ તથા 12મીએ ક્લોઝિંગ સેરેમની
વડાપ્રધાન આવતા હોવાથી સરકારી તંત્ર ઊંધામાથેઃ
સ્થાનિક અધિકારીઓ ઙખઘ સાથે સતત સંપર્કમાં
આગામી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારી ચાલી રહી છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી મહત્વ વધી ગયુ છે અને તંત્રની દોડધામ પણ વધી ગઈ છે.આ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો પણ ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર આયોજન સાથે સંકળાયેલા કલેકટર કચેરીના સુત્રો અનુસાર, આ સમિટ તા. 10, 11 અને 12 જાન્યુઆરીએ મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સીટીના કેમ્પસમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી એ મુજબની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, અન્ય કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
આ સુત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં જે કાર્યક્રમ આવ્યો છે તે પ્રમાણે તા. 10મીએ વડાપ્રધાન સમિટના સેક્નડ હાફમાં ઉપસ્થિત રહેશે અને ઉદ્યોગપતિઓ તથા રોકાણકારોને સંબોધશે. આ પછી તા. 11મીએ જુદા જુદા સેમિનાર યોજાશે અને એમ.ઓ.યુ. થશે. જયારે તા. 12મીએ કલોિંઝગ સેરેમની થશે અને એમ.ઓ.યુ. અંગે જાહેરાત કરવામાં આવશે. હાલમાં આ કાર્યક્રમ પ્રાથમિક ધોરણે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે અને હવે તેના ઉપર પી.એમ.ઓ. સાથે ચર્ચા કરીને ફાઈનલ થશે તેમ પણ આ સુત્રોએ કહ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં અદાણી અને અંબાણી ઉદ્યોગગૃહો ઉપરાંત રુઈયા પરિવાર
મહેમાનોના ઉતારા માટે હોટેલોમાં બુકિંગ કરવા ધસારો
આ વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનનું આવવાનું નક્કી થયા બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારો ઉપસ્થિત રહેવાના છે તેથી તેમના ત્રણ દિવસના રોકાણ માટે અત્યારથી હોટેલો બુક થવા લાગી છે. આ સમિટમાં મહેમાનો ઉપરાંત જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ હોટેલો બુક કરવામાં આવી રહી છે. આટલી મોટી સંખ્યામાં મહેમાનો રાજકોટ આવવાના હોવાથી વાહનોની પણ જરૂર પડશે અને આ માટે ગાડીઓનું બુિંકગ પણ કરી લેવામાં આવ્યુ છે.
