Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટ: વ્યાપ વધ્યો, વસતિ વધી પણ મતદારો ઘટ્યા

Sat, April 4 2026

એસઆઇઆર બાદ નવી મતદાર યાદીમાં પાંચ વર્ષમાં ૧.૦૮ લાખ મતદારો ઓછા થઇ ગયા

૨૦૨૧માં ૧૦.૯૩ લાખ મતદારો હતા, પાંચ વર્ષમાં વધવાના બદલે ઘટીને ૯.૮૫ લાખ થઇ ગયા ૫૬,૯૧૫ પુરૂષો, ૫૧,૧૧૨ સ્ત્રી તથા અન્ય બે જ નામો કમી થયાસૌથી વધુ વોર્ડ નં.૭માં ૧૩,૧૦૯
મતદાર ઓછા થયા, સૌથી ઓછા વોર્ડ નં.૧૮માં ૩૫૨ મતદારના નામ નીકળી ગયા, કુલ ૧૮ વોર્ડમાંથી
૧૬ વોર્ડમાં મતદારો ઘટ્યાઆશ્ચર્ય સાથે માત્ર બે વોર્ડમાં વોર્ડ નં.૧૧માં મતદારોનો જમ્પ ૧૩,૩૮૪ વધ્યા: જ્યારે વોર્ડ નં.૪મા પણ ૬૯૫ મતદારોનો ઉછાળો

રાજ્યમાં સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના ૨૨ દિવસ બાકી છે. તા.૨૬ના મતદાન કરાશે. હવે ચૂંટણીના પડઘમ નહીં લગ્નના ઢોલ જ ઢબુક્યા કહી શકાય. રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ હબ કે એ.પી. સેન્ટર જેવું મનાતુ રહ્યું છે. મેટ્રોસિટી તરફ દોડતા રાજકોટ શહેરનો વ્યાપ, વિસ્તાર ભલે વધ્યો પણ એવું નથી કે સાથે મતદારો વધ્યા હોય. ૨૦૨૧માં ૧૦,૯૩,૯૯૧ મતદારોમાં વધારો થવાના બદલે ઉલ્ટાના નવી ૨૦૨૬ની મતદાર યાદીના જ આંકડા મુજબ ૧૦,૮૦૩૮ મતદારો ઓછા થયા છે. ગત ચૂંટણી ૨૦૨૧ બાદ પાંચ વર્ષમાં ૨૦૨૬ સુધીમાં જનસંખ્યા વધી છે પરંતુ મતદારો ઘટ્યા છે, ૧૮ વોર્ડમાં ૧૬ વોર્ડમાં ૫૦૦થી લઈ ૧૩૦૦૦ સુધી મતદારોના નામો નીકળી ગયા. આશ્ચર્ય એ રહ્યું કે માત્ર બે વોર્ડમાં મતદારોનો વધારો થયો.
મહાપાલિકાની મતદાર યાદીના પત્રક મુજબ ૨૦૨૧માં ૫,૬૭૦૦૧ પુરૂષો અને ૫,૨૬,૯૭૦ સ્ત્રી તથા ૨૦ અન્ય મળી ૧૦,૯૩,૯૯૧ મતદારો હતા. રાજકોટ શહેર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે, ક્ષેત્રફળ વધ્યું છે જેની સામે મતદારો વધે તેવી એક ધારણા બંધાયેલી હોઈ શકે. ગત વર્ષે એસઆઈઆર સિસ્ટમથી નવી મતદાર યાદી તૈયાર થતાં નામ બેવડાયેલા હોય, અન્ય ટ્રાન્સફર થયા હોય કે આવું કાંઈને કાંઈ કારણો હોય નવી મતદાર યાદીમાં ૨૦૨૬માં મહાપાલિકાના જ મતદાર યાદી કોષ્ટક મુજબ હવે ૫,૧૦,૦૮૬ પુરૂષો અને ૪,૭૫,૮૪૮ સ્ત્રીઓ તથા અન્ય ૧૮ મળી ૧૮ વોર્ડમાં કુલ હવે ૯,૮૫,૯૫૨ મતદારો છે.
નવી મતદાર યાદીમાં ૫૬,૯૧૫ પુરૂષોના નામો નીકળી ગયા, ૫૧,૧૨૨ સ્ત્રીઓ તેમજ બે અન્ય નામો મળી ૧,૦૮૦,૩૮ મતદારોના નામો નીકળી જતાં આંકડો ૧૦ લાખથી અંદર ૯.૮૫ લાખ થઈ ગયો છે.
શહેરના ૧થી ૧૮ વોર્ડમાં ૧૬ વોર્ડની અંદર મતદારોની સંખ્યા ઘટી ગઈ છે જેમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં.૭માં ઘટી ગયા. ગત ૨૦૨૧ની ચૂંટણીમાં ૬૦૬૧૮ મતદારો હતા. નવી ૨૦૨૬ની યાદીમાં ૪૭,૫૦૭નો આંક આવતા ૧૩,૧૦૯ મતદારો ઓછા થયા. વોર્ડ નં.૧૮માં સૌથી ઓછા ત્રણ આંકમાં ઘટાડો થયો. ૬૪,૭૬૬ મતદારો હતા. નવી યાદીમાં ૩૫૨ના ઘટાડા સાથે ૬૪,૪૧૪ રહ્યા છે. આમ, સૌથી ઓછા ૩૫૨ અને સૌથી વધુ ૧૩,૧૦૯ સાથે ૧૬ વોર્ડમાં મતદારો ઘટ્યા છે.
જ્યારે આશ્ચર્ય એ રહ્યું છે કે મવડી, નાનામવા સહિતનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં.૧૧માં જ જાણે રાજકોટ શહેરનો વિકાસ વળ્યો હોય તેમ વોર્ડ નં.૧૧માં ૧૩,૩૮૪ મતદારોનો ઉછાળો વધારો થયો છે જેમાં ૬,૭૯૨ પુરૂષો વધ્યા અને ૬૫૯૨ સ્ત્રી મતદારો વધતા અત્યારે નવી યાદી મુજબ ૯૦,૧૪૮ મતદારો થયા છે. વોર્ડ નં.૧૧ના વિસ્તારો તો એને એ જ રહ્યા છે પરંતુ ૧૩,૩૮૪ મતદારો વધી ગયા છે. આવી જ રીતે વોર્ડ નં.૪માં સામાન્ય ત્રણ આંકમાં ઉછાળો થયો, પુરૂષો માત્ર ૯૦ વધ્યા સામે સ્ત્રીઓ ૬૦૪ તથા અન્ય એક મતદાર સાથે કુલ ૬૯૫ મતદારો વધ્યા અને નવો ૨૦૨૬નો આંક ૫૭,૯૮૭ મતદારોનો થયો છે.

૧૮ વોર્ડમાં સૌથી મોટો ૧૧ નંબર: ૯૦,૧૪૮ મતદાર
શહેરના ૧૮ વોર્ડમાં મતદારોની દૃષ્ટિએ સૌથી મોટો વોર્ડ ૧૧ નંબર બન્યો છે. આ વોર્ડમાં નવા વધારા સાથે ૯૦,૧૪૮ મતદારો નોંધાયા છે. બીજા ક્રમે વોર્ડ નં.૩ રહ્યો છે. વોર્ડ નં.૪ અને વોર્ડ નં.૧૧ બે એવા વોર્ડ રહ્યા કે જેમાં વોર્ડ નં.૪માં ૬૯૫ તથા વોર્ડ નં.૧૧માં ૧૩,૩૮૪ મતદારો વધ્યા છે. વોર્ડ નં.૪માં ૩૦,૪૭૯ પુરૂષ, ૨૭,૫૦૬ સ્ત્રી તથા અન્ય બે મળી ૫૭,૯૮૭ મતદારો, વોર્ડ નં.૧૧માં ૪૬,૭૩૫ પુરૂષ, ૪૩,૪૧૧ સ્ત્રી અન્ય બે મળી ૯૦,૧૪૮ મતદારો વર્તમાન સ્થિતિએ ૯,૮૫, ૯૫૨ મતદારોમાંથી કેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે તે તા.૨૬ એપ્રિલે સ્પષ્ટ થઈ જશે.
વ્યાપ વધ્યો પરંતુ પાંચ વર્ષમાં મતદારો કેમ ન વધ્યા
રાજકોટ શહેરમાં વ્યાપ વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ વધી રહ્યું છે. સામાન્ય રીતે એવું બને કે કોઈને પ્રશ્ન ઉદ્ભવે કે ક્ષેત્રફળ વધ્યું છે. બિલ્ડિંગો, બાંધકામો વધ્યા છે તો જનસંખ્યા મતદારો તો વધે ને. ચૂંટણી સંબંધી કાર્યોમાં વર્ષોથી સંકળાયેલા જાણકારોના મત મુજબ સામાન્ય રીતે રાજકોટમાં એજ્યુકેશન તેમજ વ્યાપારિક અને નોકરીની તકો વધી હોવાથી અહીં આસપાસના કે સૌરાષ્ટ્રમાંથી લોકો વધુ રહેવા આવે છે. સ્થાયી થાય છે. આવા અસંખ્ય લોકો એવા હોય કે તેના મતાધિકાર જે તે તેમના જૂના સ્થળે જ હોય. તબદિલ ન કર્યા કે થયા હોય જેથી એવું થાય કે જનસંખ્યા, ટ્રાફિક કે ગીચતા વધી પરંતુ મતદારો કેમ ઘટ્યા હશે. ઘટવા પાછળ બેવડા નામો કે આવી રીતે અન્ય કોઈ કારણોસર નામો કમી થયા હોય માટે મતદારો ઘટ્યા માની શકાય.

૧૬ વોર્ડમાં કેટલા પુરૂષ તથા કેટલા સ્ત્રી તેમજ અન્ય મતદારો ઘટ્યા, આ રહ્યા આંકડા
રાજકોટ શહેરમાં ૧૮ વોર્ડમાં હાલ નવી એસઆઈઆર પછીની મતદાર યાદી પ્રમાણે ૯.૮૫ લાખ મતદારો છે. ગત વખત ૨૦૨૧ની ચૂંટણી કરતા ૧.૦૮ લાખ મતદારોનું ગાબડું (નામો ઓછા થયા છે) પડ્યું છે. જેમાં સતાવારરૂપ આંકડાકીય જોઈએ તો
વોર્ડ નં.૧ ૨૧૮૨ પુરૂષ અને ૨૬૪૭ સ્ત્રી, અન્ય એક મળી ૪૮૩૦ મતદારો ઘટ્યા. ૩૪,૯૬૮ પુરૂષ, ૩૨,૧૯૮ સ્ત્રી મળી હવે સ્ત્રી અને એક અન્ય મળી હવે
૬૭,૧૮૫ મતદારોની નવી યાદી રહી.
વાર્ડ નં.૨ ૫૩૫૪ પુરૂષ, ૫૪૪૦ સ્ત્રી મળી ૧૦,૭૯૪ મતદારો ઘટતા નવા આંકમાં ૨૨૩૮૬ પુરૂષ, ૨૧૯૨૯ સ્ત્રી મળી ૪૪,૩૧૫ મતદારો મતદાન કરી શકશે.
વોર્ડ નં.૩ ૨૯૩૮ પુરૂષ, ૩૦૬૫ સ્ત્રી અને અન્ય બે મળી કુલ ૬૦૦૫ મતદારો ઘટ્યા, ૩૭,૯૪૪ પુરૂષ, ૩૫,૩૮૫ સ્ત્રી અને અન્ય બે નવી યાદી મુજબ ૭૩,૩૩૧
મતદારો રહ્યા.
વોર્ડ નં.૫ ૪૨૮૩ પુરૂષ, ૩૮૧૮ સ્ત્રી મળી ૮,૧૦૮ મતદારો ઓછા થતાં ૨૧,૩૪૪ પુરૂષ, ૧૯,૪૬૩ સ્ત્રી મળી હવે ૪૦૮૦૭ મતદારોની નવી સૂચિ.
વોર્ડ નં.૬ ૪૪૫૩ પુરૂષ, ૩૫૦૧ સ્ત્રી મળી ૭,૯૫૪ મતદારોનો ઘટાડો થતાં ૨૨,૨૩૨ પુરૂષ, ૧૯૯૯૪ સ્ત્રી મળી ૪૨,૨૨૬ મતદારો રહ્યા.
વોર્ડ નં.૭ ૬,૬૮૪ પુરૂષ, ૬૪૨૯ સ્ત્રી મતદાર ઘટ્યા. જ્યારે ૨ અન્ય (નાન્યતર)નો ઉમેરો થતાં વર્તમાન સ્થિતિમાં ૧૩૧૦૯ના ઘટાડા સાથે ૨૪,૦૧૦ પુરૂષ,
૨૩,૪૯૨ સ્ત્રી અન્ય પાંચ મળી ૪૭,૫૦૭ મતદારોની નવી યાદી.
વોર્ડ નં.૮ ૪૭૨૯ પુરૂષ, ૪૭૧૦ સ્ત્રી ઘટી જ્યારે બે અન્ય વધતા ૯૪૩૭ મતદારોના ઘટાડા સાથે ૨૭,૭૫૦ પુરૂષ, ૨૭,૧૩૪ સ્ત્રી અન્ય બે મળી ૫૪,૮૮૬ મતદારો રહ્યા.
વોર્ડ નં.૯ ૨૦૨૮ પુરૂષ, ૧૮૪૬ સ્ત્રી તેમજ બે અન્ય મળી ૩૮૭૬ મતદારો ઓછા થતાં ૩૩,૧૫૬ પુરૂષ, ૩૨,૦૦૭ સ્ત્રી મળી ૬૫,૧૬૩ મતદારો સાથેની નવી સૂચિ.
વોર્ડ નં.૧૦ ૨૯૫૭ પુરૂષ, ૨૮૨૩ સ્ત્રી અન્ય એક મળી ૫૭૮૧ મતદાર ઘટ્યા, ૨૪,૬૦૬ પુરૂષ, ૨૪૧૯૬ સ્ત્રી મળી હવે ૪૮૮૦૨ મતદારો સાથેની નવી યાદી.
વોર્ડ નં.૧૨ ૮૦૭ પુરૂષ, ૩૨૦ સ્ત્રી અન્ય ત્રણ ઘટતા કુલ ૧૧૩૦નો ઘટાડો, ૩૦,૨૯૩ પુરૂષ, ૨૭,૭૦૮ સ્ત્રી મળી નવી સૂચિ પ્રમાણે ૫૮૦૦૧ મતદારો.
વોર્ડ નં.૧૩ ૫૦૩૧ પુરૂષ, ૪૩૪૨ સ્ત્રી મળી ૯,૩૭૩ મતદારો ઓછા થતાં ૨૫,૩૧૨ પુરૂષ, ૨૩,૭૫૫ સ્ત્રી મળી ૪૯,૦૬૭ મતદારો રહ્યા.
વોર્ડ નં.૧૪ ૫૫૩૭ પુરૂષ, ૫૭૭૪ સ્ત્રી તથા અન્ય ૧ મળી ૧૧૩૧૦નો ઘટાડો, ૨૫,૩૪૭ પુરૂષ, ૨૩,૯૨૨ સ્ત્રી અન્ય ૨ મળી ૪૯,૨૭૧ મતદારો નવી યાદીમાં રહ્યા.
વોર્ડ નં.૧૫ ૫૦૫૯ પુરૂષો, ૩૬૨૦ સ્ત્રી તેમજ અન્ય મળી ૮,૬૮૬ મતદારો ઓછા થતાં ૨૧,૪૧૯ પુરૂષ, ૧૯,૩૬૮ સ્ત્રી અન્ય બે મળી હવે ૪૦,૭૮૯ મતદારો રહ્યા.
વોર્ડ નં.૧૬ ૫,૮૦૯ પુરૂષ, ૫૭૨૨૧ સ્ત્રી મળી કુલ ૧૧૦૩૦ મતદારો ઘટતા ૨૧,૯૨૫ પુરૂષ, ૨,૦૦૮૭ સ્ત્રી મળી નવી યાદી મુજબ ૪૨,૦૧૨ મતદારો.
વોર્ડ નં.૧૭ ૫૩૮૦ પુરૂષ, ૫,૦૬૮ સ્ત્રી મળીને ૧૦,૪૪૮ મતદારો ઓછા થઈ જતાં હવે ૨૫,૮૯૯ પુરૂષ, ૨૪,૧૪૨ સ્ત્રી મળી ૫૦૦૪૧ મતદારો રહ્યાં.
વોર્ડ નં.૧૮ પુરૂષ ૨૦૨ તથા સ્ત્રી ૧૫૦ મળી ૩૫૨ મતદારોનો નહીંવત ઘટાડો થયો અને નવી યાદીમાં ૩૪,૨૬૩ પુરૂષ, ૩૦,૧૫૧ સ્ત્રી મળી ૬૪,૪૧૪ મતદારો રહ્યા.

Share Article

Other Articles

Previous

પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !

Next

ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
56 મિનિટutes પહેલા
પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
1 કલાક પહેલા
રાજકોટ: વ્યાપ વધ્યો, વસતિ વધી પણ મતદારો ઘટ્યા
2 કલાક પહેલા
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
23 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ-જામનગરનાં પાવરધા મોટા વેપારીઓ ઝપટે ચડ્યાં: જીએસટી ચોરી 200 કરોડને પાર
રાજકોટ
1 વર્ષ પહેલા
સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર થાણેથી પકડાયો: મુંબઈ પોલીસે જાહેર કરી આરોપીની ક્રાઇમ કુંડળી
Entertainment
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં લવ જીહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી, 7 સભ્યોની સમિતિની રચના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડ્રાઈવર અમને કેમ ન સોંપ્યો ? કહી રાજકોટ પોલીસ પર તૂટી પડનારા 20 સામે ગુનો નોંધાયો    
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર