રાજકોટ શહેરમાં મોરબી રોડ વેલનાથ પરામાં રહેતો 19 વર્ષિય યુવક ગઇકાલે સવારે બાઇક લઇને નાગલપરના મેળામાં પિતા સાથે જતો હતો ત્યારે બેડી ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતાં તેનું સારવારમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ મોરબી રોડ વેલનાથ પરા શેરી નં-23માં રહેતાં ડેનિશ જગદીશભાઈ સારેસા (ઉ.વ.19)નામનો યુવક અને તેના પિતા બંને સવારે નાગલપરના મેળામાં જવા બાઈકમાં નીકળ્યા હતાં.ત્યારે બેડી ગામ પાસે પહોંચતા પેટ્રોલ પુરાવાનું હોય જેથી પિતા બાઈકમાંથી નીચે ઉતરી ફાકી લેવાં ગયાને પુત્ર પેટ્રોલ પુરાવા ગયો હતો. બાદ પેટ્રોલ પુરાવી પાછો આવતો હતો. ત્યારે બેડી ગામ પાસે પહોંચતા ટ્રક ચાલકે ઠોકર મારતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. 108 મારફત યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. આ મામલે કુવાડવા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
