વડા પ્રધાન મોદી એક સાથે કરશે શિલાન્યાસ,પસંદગી કરી લેવાઈ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
એક ઐતિહાસિક પ્રારંભના રૂપમાં વડા પ્રધાન મોદી દેશના વિભિન્ન રેલવે સ્ટેશનના કાયાકલ્પનું ખાતમુહૂર્ત કરવાના છે . તેના માટે દેશના 508 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે .
6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે વિડિયો કોન્ફરેંસિંગ દ્વારા તેનો શુભારંભ કરવામાં આવશે . વડા પ્રધાન હમેશા રેલવે સ્ટેશન પર વિશ્વ સ્તરીય સુવિધાઓ વિકસિત કરવા પર ભાર મૂકતાં રહ્યા છે.
વડા પ્રધાનના આ વિજનને ધ્યાનમાં રાખીને અમૃત ભારત સ્ટેશન સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી . જેમાં દેશભરના 1309 સ્ટેશનનો નવેસરથી કાયાકલ્પ કરવામાં આવશે .