તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા
જુનાગઢ પંથકમાં આવી રહેલા ભૂકંપનાં આંચકાએ લોકોમાં ભય ઉભો કર્યો છે. તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આજે વધુ બે ઝટકા મહેસૂસ થયા હતા. બપોરે 11.44 મિનિટે 2.4 ની તીવ્રતા અને બીજો 11.53 મિનિટે 2.4 ની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. 10 મિનિટમાં ભૂકંપના બે ઝટકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.આ ભૂકંપથી કોઈ નુકસાન થતું નથી પરંતુ લોકોમાં ભય પેદા થઇ ગયો છે.