જસદણ : પુત્ર – પુત્રીના લગ્નના એક માસ પૂર્વે જ પ્રોઢનું હાર્ટ એટેકથી મોત
- હદયરોગના હુમલાથી વધુ બેનાં મોત
- રાજકોટમાં રાત્રીના સૂતા બાદ આધેડનું હદય બેસી ગયું
રાજ્યમાં હર્દય હદયરોગના હુમલાના બનાવી દીન પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે આજે વધુ બેનું હદય હુમલાના રોગથી મોત નીપજતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે.જેમાં પ્રથમ બનાવમાં જસદણ તાલુકાના પાંચવડા ગામે રહેતા પ્રોઢનું પુત્ર-પુત્રીનાં લગ્નના એક માસ પૂર્વે હાર્ટ એટેકથી મોત થયું છે.જ્યારે બીજા બનવામાં રાજકોટમાં મોરબી રોડ પર રહેતા આધેડ રાત્રીના ઘરે સૂતા બાદ સવારે બેભાન હાલતમાં જનતા પરિવારે ૧૦૮ ને જાણ કરી હતી.અને ૧૦૮ ના સ્ટાફે તપાસી તેમને મૃત જાહેર કર્યા છે.
જસદણ તાલુકાના પાંચવડા ગામે રહેતા ૫૪ વર્ષના જયંતીભાઇ ઉકાભાઇ ટાઢાણી રાત્રીના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું .જ્યારે પ્રોઢના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ જેમને બે પુત્ર એક પુત્રી છે એક મહિના પછી તેમના પુત્ર-પુત્રીનાં લગ્ન હતાં ત્યારે અચાનક જ પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
બીજા બનાવમાં રાજકોટમાં રાજકોટમાં મોરબી રોડ પર આવેલી શ્રી રામ પાર્ક સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ બચુભાઈ શર્મા નામના આધેડ ગઈકાલે રાત્રિના ઘરે સૂતા બાદ દ્વારા ન બેભાન હાલતમાં જણાતા પરિવારે ૧૦૮ને જાણ કરી હતી.અને ૧૦૮ ના સ્ટાફે ઓમપ્રકાશભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા.જેમાં તેને હર્દય હુમલો આવી ગયાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.જ્યારે પ્રાથમિક પૂછપરછમાં પોલીસે જણાવ્યું હતું. કે મૃતક ચાની કેબિનમાં નોકરી કરતા હતા અને તે કુંવારા હતા.હાલ બનાવથી પરિવારજનોમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
