રાજકોટ જિલ્લા ન્યાયાલયની ઐતિહાસિક પહેલઃ ચછ કોડ સ્કેન કરી પેમેન્ટ થતા કેસ આપોઆપ પૂર્ણ ગણાશે
રાજકોટ જિલ્લા ન્યાયાલય દ્વારા ન્યાયિક પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી ડગલું ભરવામાં આવ્યું છે. હવે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક બાઉન્સ) હેઠળના કેસોમાં આરોપીએ કોર્ટના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. આરોપી સમન્સ પર આપવામાં આવેલો ચછ કોડ સ્કેન કરીને રકમની ચૂકવણી કરી શકશે જેનાથી કેસનો ત્વરિત નિકાલ આવશે.
જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ જે. આર. શાહના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ હવે ચેક બાઉન્સના કેસોમાં જે પ્રથમ સમન્સ કાઢવામાં આવશે તેમાં એક ચછ કોડ છાપવામાં આવશે આ ચછ કોડ સ્કેન કરતા જ પક્ષકારને તેના કેસનો નંબર સામેવાળા પક્ષનું નામ અને ચૂકવવા પાત્ર રકમની વિગત દેખાશે જે બાદ પક્ષકાર યુપીઆઈ કે અન્ય ઓનલાઈન માધ્યમથી સીધા જ કોર્ટના બેંક ખાતામાં રકમ જમા કરાવી શકશે
આ ઓનલાઈન પેમેન્ટ સફળ થતાની સાથે જ તેની વિગત કોર્ટને મળી જશે અને આરોપીએ એકપણ વખત કોર્ટમાં હાજર રહ્યા વિના કેસ પૂર્ણ થઈ જશે આ પહેલ સુપ્રીમ કોર્ટ દ્વારા ‘જફક્ષષફબશષ ઝફશિ દત ઊંશતવજ્ઞિ ઇજ્ઞસિફ’િ કેસમાં આપવામાં આવેલા નિર્દેશોના આધારે કરવામાં આવી છે. જેનો હેતુ કોર્ટમાં કેસોનું ભારણ ઘટાડવાનો અને પક્ષકારોને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ આપવાનો છે.આ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત અને ડિજિટલ ઓડિટ હેઠળ રહેશે.
તમામ નાણાકીય વ્યવહાર સીધા જ કોર્ટના સત્તાવાર બેંક ખાતામાં જમા થશે. આનાથી નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ અને સામાન્ય અરજદારો બંનેના સમય અને શક્તિની બચત થશે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને રાજકોટના ન્યાયધીશ ઈલેશ જે. વોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાલના તબક્કે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. તેવું જિલ્લા કાનુની સેવા સત્તામંડળની યાદીમાં જણાવાયું છે.
