ઓખા-ગોરખપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે. 08 અને 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા
ગ્વાલિયર-ભીંડ-ઈટાવા થઈ ને દોડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ એક યાદીમાં જણાવાયુ છે.