અમદાવાદનો પરિવાર વિંટેજ કારમાં ગુજરાતથી લંડન જશે
બિઝનેસના 50 વર્ષ પૂર્ણ થવા પર ચાલુ માસના અંતથી યાત્રા શરૂ કરશે
અમદાવાદનો એક પરિવાર અનોખી યાત્રા પર નીકળવાનો છે. ઠાકોર પરિવાર ચાલુ માસના અંતથી પોતાની લાલપરી 73 વર્ષ જૂની વિંટેજ કારમાં ગુજરાતથી લંદન સુધીની યાત્રા શરૂ કરશે. યાત્રાનો પ્રારંભ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ના દર્શન કરીને થાશે.
આ સમગ્ર યાત્રા દરમિયાન તેઓ 12 હજાર કિલોમીટરના દાયરામાં સંયુક્ત આરબ અમીરાત ,ઈરાન ,જ્યોર્જિયા ,અઝરબૈજાન ,તુર્કી ,સહિત 16 દેશોમાંથી પસાર થાશે.
આ ફેમિલી ફરવાની શોકીન છે. જો કે પોતાના બિઝનેસને 50 વર્ષ પૂર્ણ થવા પર એમણે આ સાહસિક યાત્રાનો ફેસલો કર્યો છે. એમની યાત્રા ઑક્ટોબરના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. પરિવારના મોભી દમણ ઠાકોર ટ્રાવેલિંગના શોખીન છે. એમનું કહવું છે કે નાનપણથી જ ફરવાનો શોખ રહ્યો છે. એમના પિતાજી દિવાળીની રજાઓમાં લાંબી ટ્રીપ પર લઈ જતાં હતા.
એમણે કહ્યું છે કે અમારી આ યાત્રા માતા પિતાને એક શ્રધ્ધાંજલિ છે. એમણે જ અમારામા ફરવાનો શોખ પેદા કર્યો હતો. ટ્રીપની તૈયારી થઈ ગઈ છે. યાત્રા માટે એમણે ખાવા પીવાની તૈયારી પણ કરી લીધી છે.
રેડી ટુ ઈટ વાનગીઓ સાથે એક ઇંડકશન સ્ટવ પેક કર્યું છે. જેમાં પાવભાજી ,હાંડવો ,પૂલાંવ, પરાઠ વગેરેનો સમાવેશ થાય છે. 2017 માં કારની માવજત પૂરી કરવામાં આવી હતી. તેઓ રોજ 250 કિલોમીટરની યાત્રા કરશે