અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું કરાંચીમાં ઈમર્જન્સી લેન્ડિંગ
27 વર્ષના પેસેન્જરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચી લઇ જવાઈ
અમદાવાદ
સ્પાઈસજેટની એક ફ્લાઈટને કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. સ્પાઈસજેટની ફ્લાઈટેઅમદાવાદથી દુબઈ માટે ઉડાન ભરી હતીઆ પછી થોડી જ વારમાં એક મુસાફરની તબિયત લથડી હતી. જેથી ક્રૂ મેમ્બર્સે કરાચી એરપોર્ટનો સંપર્ક કર્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલર તરફથી મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટનું કરાચીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ ડૉક્ટરોની ટીમે મુસાફરની સારવાર કરી હતી અને ત્યાર પછી ફ્લાઈટે દુબઈ માટે ઉડાણ ભરી હતી.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે, સ્પાઈસજેટ બોઈંગ 737 એરક્રાફ્ટની ફ્લાઈટ SG-15 કે જે અમદાવાદથી દુબઈ જઈ રહી હતી તેને મેડિકલ ઈમર્જન્સીના લીધે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ કરાચીના જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
સિવિલ એવિએશન ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું, “અમદાવાદથી દુબઈ જઈ રહેલા બોઈંગ 737 એરક્રાફ્ટમાં બેઠેલા 27 વર્ષીય પેસેન્જર ધારવાલ ધર્મેશનું શુગર લેવલ ઘટી ગયું હતું અને તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેના લક્ષણો હાર્ટ અટેક જેવા હતા. જેથી તેને સારવારની જરૂર હતી. પરિણામે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવીને મુસાફરને દવા આપવામાં આવી. તેની તબિયત સુધર્યા બાદ અને ફ્લાઈટમાં ઈંધણ ભર્યા બાદ ફ્લાઈટે દુબઈ માટે ફરી ઉડાણ ભરી હતી.”