અંકલેશ્વર જીઆઇડીસીમાં પાઇપ ફાટતાં બ્લાસ્ટ:4 કામદારોના મોત
હજુ 12 જેટલા લોકો લાપત્તા,ધડાકો એટલો ભયાનક હતો કે એક મજૂરની લાશ ઉડીને કેમ્પસમાં આવી: ઘટના બાદ કામદારો વિરોધ પર ઉતર્યાઅંકલેશ્વર
અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારોના મૃત્યુ થયા છે. હજુ દસ જેટલા લોકો મળ્યા નથી. મંગળવારે બપોરે બનેલી આ ઘટનામાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોકસ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારો ના મોત થયા હતા અને અન્ય ચાર કામદારોને ઈજા પહોંચી હતી જેમાં ઘડાકો એટલો ભયાનક હતો કે, એક વ્યક્તિની લાશ બહાર ઉતરીને કંપનીના કેમ્પસમાં પડી હતી.
આ બનાવ બાદ કામદારો વિરોધ પર ઉતર્યા હતા અને કંપનીના દરવાજા પાસે બેસીને હંગામો મચાવ્યો હતો. કંપનીના જનરલ મેનેજર ધર્મેન્દ્ર ચોટાલા એ જણાવ્યું હતું કે, અમારે ત્યાં પંચમુર્તિ ફેવરીકેટરનો કોન્ટ્રાક્ટર છે તેમને અમારા 75 કે.એલ.ની એક ફીડ ટેન્ક ઉપર હેન્ડરેલિંગ લગાવવા માટે પરમીટ આપી હતી એ કામ ચાલુ હતું ત્યારે પ્રચંડ ધડાકો થયો હતો, અમે ત્યાં જઈને જોયું તો ટેન્કની રૂફ જેને ટેન્કની ઉપરનો ડિસેન્ટ કહેવામાં આવે છે એ ફેકાઈ ને 20 મીટર દૂર પડ્યો હતો અને બે શ્રમિકોના મૃતદેહ પણ જોવા મળ્યા હતા,ટેન્ક અને બહારની બાજુ એમ બે કામદારોના મૃતદેહ મળ્યા હતા. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ના નિકાલ ના કામ સાથે સંકળાયેલી છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને એક એક કરોડની સહાયની માંગ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલેશરામ ઉંમર વર્ષ 33 મુકેશ સિંહ,હરીનાથ યાદવ અને અશોક રામકૃષ્ણ એમ ચાર કામદારોના મૃત્યુ થયા છે.