વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના નાના મૌવા રોડ આર્ય સમાજની પાસે રહેતા રવુબા માનસિંહજી ગોહિલ (ઉં.વ.95) નામના વૃદ્ધાએ ગઈ કાલે પોતે પોતાના ઘરે હતા ત્યારે વહેલી સાવરે પોતાની જાતે પહેરેલ કપડે બળેલું તેલ શરીરે છાંટી જાતે જ આગ ચાંપી દેતા દાઝી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી તેમનું ચાલુ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધાને પગમાં ગોળાના ભાગે દુઃખાવો થતો હોય જેથી કંટાળીને તેમણે પગલું ભર્યું છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વૃદ્ધાને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે.