Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

Women’s Asia Cup 2024 : એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, સ્મૃતિ-શેફાલીની શાનદાર બેટિંગ

Sat, July 20 2024


ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2024માં જીત સાથે શરૂઆત કરી છે. 19 જુલાઈ (શુક્રવાર)ના રોજ, રંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતને જીતવા માટે 109 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 14.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ હવે 21 જુલાઈએ ગ્રુપ Aની તેની આગામી મેચમાં UAE સામે ટકરાશે.

ભારત તરફથી ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સારી બેટિંગ કરી હતી. સ્મૃતિએ 31 બોલમાં 45 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. જ્યારે શેફાલીએ 29 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 57 બોલમાં 85 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતની જીત આસાન બની હતી. આ સિવાય ડી.હેમલતાએ 14 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 5 રન બનાવી અણનમ અને જેમિમાહ રોડ્રિગ્સ 3 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી સૈયદા અરુબ શાહે બે અને નશરા સંધુએ એક વિકેટ ઝડપી હતી.

દીપ્તિના નેતૃત્વમાં બોલરોનું શાનદાર પ્રદર્શન

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 19.2 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને 35 બોલમાં સૌથી વધુ 25 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ફાતિમા સનાએ 16 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 22 રનની અણનમ ઇનિંગ રમી હતી. તુબા હસન (22) અને વિકેટકીપર મુનીબા અલી (11) પણ ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ અને શ્રેયંકા પાટીલે પણ બે-બે વિકેટ લીધી હતી.

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 15 T20 મેચ રમાઈ છે. આમાં ભારતે 12 મેચ જીતી છે. મહિલા એશિયા કપમાં પણ ભારતનો દબદબો રહ્યો છે. ભારતે પાકિસ્તાન સામે રમાયેલી સાતમાંથી છ મેચ જીતી છે. જોકે, પાકિસ્તાને 2022માં સિલ્હટમાં રમાયેલ છેલ્લી એશિયા કપમાં એકમાત્ર મેચ જીતી હતી.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન: સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, રેણુકા ઠાકુર સિંહ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: સિદ્રા અમીન, ગુલ ફિરોઝા, મુનીબા અલી (વિકેટકીપર), નિદા દાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ઈરમ જાવેદ, ફાતિમા સના, તુબા હસન, સાદિયા ઈકબાલ, નશરા સંધુ, સૈયદા અરુબ શાહ.

તમને જણાવી દઈએ કે મહિલા એશિયા કપ 19 થી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દામ્બુલામાં યોજાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને UAEની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. અગાઉની આવૃત્તિમાં માત્ર 7 ટીમોએ ભાગ લીધો હતો.

આ દિવસે એશિયા કપની ફાઈનલ રમાશે

પાકિસ્તાન સાથેની મેચ બાદ હવે ભારતીય ટીમ 21મી જુલાઈએ UAE સામે ટકરાશે. ત્યાર બાદ તેને 23 જુલાઈએ નેપાળનો સામનો કરવો પડશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમી ફાઈનલ મેચ 26 જુલાઈએ રમાશે જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 28 જુલાઈએ રમાશે.

આ વખતે પણ મહિલા એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. મહિલા એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે. છેલ્લી વખત મહિલા એશિયા કપ 2022માં રમાયો હતો. ત્યારબાદ ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશની ધરતી પર યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Tags:

Asia Cupharmanpreet kaurind vs pak-smriti mandhanaWomen's Asia Cup 2024

Share Article

Other Articles

Previous

વીકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘Bad Newz’ ક્યારે અને ક્યા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે ? વાંચો

Next

એશિયા કપ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
7 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
8 કલાક પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
8 કલાક પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
8 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

૧૫૭ નગર પાલિકાઓને રસ્તાની હાલત સુધારવા માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ આજ સાંજ સુધીમાં રાજીનામું આપી દેશે
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
હત્યામાં ભારતની કથિત સંડોવણીના પુરાવા ‘ફાઈવ આઈ’ એ આપ્યા હતા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
માત્ર ૩૫૦ રૂપિયા માટે ક્રૂર રીતે હત્યા કરીને પછી ડાન્સ કર્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર